Yeh Hai Mohabbatein stars Divyanka Tripathi share video on instagram with husband
  • Home
  • Videos
  • એવું તો શું કર્યું પતિએ કે, ઈશિમાએ કહ્યું I will kill you

એવું તો શું કર્યું પતિએ કે, ઈશિમાએ કહ્યું I will kill you

 | 4:17 pm IST

ઘરઘરમાં પોપ્યુલર શો યે હૈ મહોબ્બતેંની ફેમસ વહુ ઈશિમા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી હાલ માલદીવ્સમાં વેકેશન એન્જોય કરી રહી છે. હાલ તે પતિ સાથે લગ્નની બીજી એનવર્સરી સેલિબ્રેટ કરી રહી છે. દિવ્યાંકા ત્રિપાઠી અને પતિ વિવેક દહીયા માલદીવ્સથી તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યાં છે.

હાલ તેમનો એક દિલચસ્પ વીડિયો સામે આવ્ય છે, જેમાં વિવેક પોતાની પત્નીને એક એવી ચેલેન્જ આપે છે, જેને સાંભળ્યા બાદ દિવ્યાંકા તેને મજાકિયા અંદાજમાં જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. આ કપલે પોતાની બીજી એનિવર્સરી ઉજવવા માટે સમુદ્રની વચ્ચોવચ્ચની એક સુંદર હોટલ પસંદ કરી છે. જેની નીચે પાણી જ પાણી છે. ત્યારે દિવ્યાંકા અહીં સ્વીમિંગ કરવાની ચેલેન્જ ઉપાડે છે. જેનો વીડિયો વિવેક દહીયાએ કેપ્ચર કરીને શેર કર્યો છે.