yeh rishta kya kehlata hai beats taarak mehta ka ooltah chashmah
  • Home
  • Entertainment
  • Bollywood
  • જેઠાલાલની આખી ગેંગનુ મોઢું બગડી જશે, કાર્તિક નાયરાએ કરી બતાવ્યું એવું કામ

જેઠાલાલની આખી ગેંગનુ મોઢું બગડી જશે, કાર્તિક નાયરાએ કરી બતાવ્યું એવું કામ

 | 2:19 pm IST

ટીવી જગતનાં બે મોટા શો કે જેણે શરૂઆતથી જ દર્શકોનાં દિલમાં જગ્યા બનાવી લીધી છે. એક યે રિશ્તા ક્યા કહેલાતા હે અને બીજો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા 28 જુલાઈ 2008માં અને યે રિશ્તા… 12 જાન્યુઆરી 2009નાં રોજ ઓનએયર થયા હતા. સૌથી લાંબા ચાલેલા ટોપ શોમાં આ બે સિરિયલનો સમાવેશ થાય છે. પરંતુ એક વાત તમે નહીં જાણતા હોવ કે યે રિશ્તા તારક મહેતા કરતા એક વર્ષ પછી આવવા છતાં તારક મહેતા કરતા વધારે એપિસોડ કરી ચૂક્યું છે. કાર્તિક નાયરાએ સૌના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

7 જુને તારક મહેતાનાં કુલ 2748 એપિસોડ પુરા થયા ત્યારે યે રિશ્તા ક્યા કહેલાતા હેંના 3000 એપિસોડ પુરા થયા છે અને હજુ આગળ વધવાનું ચાલુ જ છે. અત્યાર સુધીમાં કાર્તિક નાયરાનાં શો એ 2931 એપિસોડ પુરા કર્યા છે. તારક મહેતાનાં 11 વર્ષ પુરા થવા આવ્યાં છે.

View this post on Instagram

👫

A post shared by शिवांगी जोशी (@shivangijoshi18) on

જો ઓલઓવર વાત કરીએ તો સૌથી લાંબા ચાલનારાં ટીવી શોના લિસ્ટમાં મલયાલમ સિરિયલ મુંશી ટોપ પર છે. એમણે કુલ 6683 એપિસોડ પ્રસારિત કર્યાં છે. આ શો 18 વર્ષ સુધી ચાલ્યો હતો. સૌથી વધુ ચાલનાર શોમાં આ બે શો એકબીજાને ટક્કર આપી રહ્યાં છે. ટીઆરપી રેન્કિગમાં પણ આ બે શો ટોપ-10માં છે. ઘણીવાર એવું લાગે છે કે શોને ખેંચવામાં આવે છે પરંતુ દર્શકોએ પોતાનો પ્રેમ બરકરાર રાખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન