યમનમાં સ્કૂલબસ પર મિસાઇલ હુમલો ૩૦ બાળકો સહિત ૫૦ લોકોનાં મોત - Sandesh
  • Home
  • Newspaper
  • યમનમાં સ્કૂલબસ પર મિસાઇલ હુમલો ૩૦ બાળકો સહિત ૫૦ લોકોનાં મોત

યમનમાં સ્કૂલબસ પર મિસાઇલ હુમલો ૩૦ બાળકો સહિત ૫૦ લોકોનાં મોત

 | 2:22 am IST

 

। દમાસ્ક ।

ઉત્તરીય યમનમાં સાઉદી અરેબિયાની આગેવાની હેઠળનાં ગઠબંધનના દળોએ કરેલા મિસાઈલ હુમલામાં ૩૦ બાળકો સહિત ૫૦ લોકોના મોત થયાં હતા.  મૃતકોમાં ૨૯ બાળકો છે તથા બીજા ૭૭ લોકો ઘાયલ થયાં હતા. બસમાં વિદ્યાર્થીઓ અને બીજા લોકો સફર કરી રહ્યાં હતા. બસ બળવાખોરોના કબજાવાળા સાદા પ્રાંતના દાહયાન બજારમાંથી  પસાર થઈ રહી હોવાથી ગઠબંધન દળોએ તેને આતંકવાદીઓની બસ  માની લીધી હતી અને મિસાઈલ છોડી હતી.

બસ પિકનિકની ઉજાણી કરીને પરત સ્કૂલ તરફ આવી હતી ત્યારે  માર્કેટમાં ચા-નાસ્તા માટે ડ્રાઈવરે બસને થોભાવી હતી તે  દરમિયાન સાઉદી  અરેબિયાની મિસાઈલ ઔત્રાટકી હતી.

વિદ્રોહીઓ દ્વારા સંચાલિત અલ-મસીરાહ ટીવીના જણાવ્યાનુસાર, સાઉદી અરેબિયાના ગઠબંધન દળોએ આતંકીઓ સમજીને મિસાઈલ છોડી હતી જેમાં નિર્દોષ લોકો ભોગ બન્યાં.  જોકે ઘટના બાદ સાઉદી અરેબિયાનાં ગઠબંધને કહ્યું કે આ હુમલો ઈરાન સમર્થક હૌથી વિદ્રોહીઓની સામે કરવામાં આવ્યો છે અમારૂ નિશાન બાળકો નહોતા.

૨૯ બાળકોના મૃતદેહ મળ્યા : રેડક્રોસ

ઈન્ટરનેશનલ રેડ ક્રોસ  કમિટિની પ્રવક્તા મિરેલા હોદેબે જણાવ્યું કે ૧૫ વર્ષના ૨૯  બાળકોની લાશ મેળવી લેવામાં આવી છે. આ દરમિયાન સંયુક્ત  રાષ્ટ્ર મહાસચિવ એન્ટાનિયો ગુટેરસે પણ આ હુમલાની આકરી નિંદા  કરીને  સ્વતંત્ર તપાસની માગ કરી છે. તેમણે બયાન જારી કરીને  કહ્યું કે દરેક પક્ષે આંતરરાષ્ટ્રીય માનવીય કાનૂન હેઠળ જવાબદાર  બનવું જોઈએ.

બાળકોની હત્યા યુદ્ધઅપરાધ : હૌથી બળવાખોરો

જાજાન ક્ષેત્રનાં શહેર પર બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. ગઠબંધને આ હવાઈહુમલાને યોગ્ય ગણાવ્યો છે, જોકે હૂતી વિદ્રોહીઓના પ્રવક્તાએ આ બયાનને હાસ્યાપદ ગણાવતાં કહ્યું કે આ એક યુદ્ધઅપરાધ છે. ગઠબંધન દળોએ બાળકોને નિશાન બનાવ્યાં છે. ગત અઠવાડિયે પણ સાઉદી સરકારનાં યુદ્ધવિમાનોએ યમનના પશ્ચિમી તટવર્તી શહેરની માછલીમાર્કેટમાં બોંબમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછાં બાવન લોકો માર્યાં ગયાં હતાં તથા ૧૦૨ લોકો ઘાયલ થયાં હતાં. સાઉદીની આગેવાની હેઠળનાં ગઠબંધનદળોએ યમનમાંથી હૌથી બળવાખોરોને ખદેડવા માટે મોટાપાયે અભિયાન આદર્યું છે.

;