યોગ દ્વારા થાઈરોઇડની સમસ્યામાં રાહત મેળવો - Sandesh
NIFTY 10,792.05 -25.65  |  SENSEX 35,541.91 +-80.23  |  USD 68.0400 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • યોગ દ્વારા થાઈરોઇડની સમસ્યામાં રાહત મેળવો

યોગ દ્વારા થાઈરોઇડની સમસ્યામાં રાહત મેળવો

 | 12:56 am IST

યોગ દ્વારા શારીરિક અને માનસિક લાભ થાય છે. યોગ કરવાથી શરીરને ઘણા રોગો દૂર થાય છે. યોગ હાઇપર થાઇરાડિજ્મને પણ ઘટાડવામાં મદદ કરે છે. કહેવાય છે ને કોઇ રોગ કે બીમારીને ઉંમર સાથે કોઇ સંબંધ હોતો નથી તે વાત હકીકત છે, ડાયાબિટીસ અને થાઈરોઇડ જેવી બીમારી ગમે તેને થતી હોય છે, પરંતુ થાઈરોઇડની સમસ્યાને નિયંત્રિત રાખવા માટે યોગ શ્રેષ્ઠ માર્ગ છે. આવો તો થાઈરોઇડના દર્દીએ કેવા યોગ કરવા તેના વિશે વિગતે વાત કરીએ.

સર્વાંગાસન

થાઈરોઇડ ગ્રંથિઓ માટે સર્વાંગાસન સૌથી પ્રભાવશાળી આસન છે. જેમાં ખભાથી ઉઠવાનું હોય છે, એટલે આખા શરીરનું વજન ખભા પર હોય છે. આમ કરવાથી પાવરફૂલ પોૃરને કારણે થાઈરોઇડની ગ્રંથિ પર દબાવ પડે છે. થાઈરોઇડના દર્દી આ આસન કરે તો તેને રક્ત પરિસંચરણ કરવામાં સુધારો થાય છે.

મત્સ્યાસન

મત્સ્યાસનમાં માછલીની જેમ શરીરને વાળવાનું હોય છે. આ આસનને કરવાથી ગળામાં ખેંચાણ થાય છે, અને થાઈરોઇડ ગ્રંથિ પર દબાણ થાય છે.

હલાસન

હલાસન કરવાથી થાઈરોઇડ ગ્રંથિ માટે કરવામાં આવતા આસનોને પૂર્ણ થાય છે. તમે હળ ચલાવતા હોય તે રીતે કરો. તથા આ આસનમાં ખભા પર શરીરનું વજન આવે છે, તેથી આ યોગ કરવાથી તમારી ગર્દન પર દબાણ આવશે.

વિપરીત આસન

વિપરીતનો અર્થ આ યોગમાં ઊલટંુ થાય છે. થાઈરોઇડના દર્દી માટે આ આસન રામબાણ સમાન માનવામાં આવે છે. તેનાથી થાઈરોઇડમાં સકારાત્મક સુધારો આવે છે. આ યોગમાં વ્યકિતએ જમીન પર માથું અને ખભો રહે તે રીતે રાખીને કમરથી ઉપરના ભાગને દીવાલની મદદથી ઊંચો રાખવાનો હોય છે, જેનાથી ગરદન અને થાઈરોઇડની ગ્રંથિઓ પર દબાણ આવશે. આ ઉપરાંત જો પીઠ કે ગરદનના દુખાવાની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અચુકથી લેવી અને ડોક્ટરની સલાહ બાદ જ આસન કરવા.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્ર એક સંસ્કૃત શબ્દ છે અને તેનો અર્થ ઊંટ થાય છે. ઉષ્ટ્રાસનમાં એક મધ્યવર્તી પાછળ નમીને આસન કરવાથી હૃદયચક્રને ખોલવામાં મદદ કરે છે. આ આસનમાં ઊંટની જેમ ગરદનને ઊંચી કરવાની હોય છે.

ભુજંગાસન

ભુજંગ સંસ્કૃત શબ્દ છે, તેનો અર્થ સર્પ થાય છે. તેથી ભુજંગાસનને સર્પ આસન પણ કહેવામાં આવે છે. ભુજંગાસનને અંગ્રેજીમાં Cobra Pose કહેવામાં આવે છે. આ આસનથી ગરદન પર વધારે ખેંચાણ થાય છે, અને થાઈરોઇડની ગ્રંથિ પર દબાણ પડે છે.

સેતુબંધ સવાંર્ગાસન

થાઈરોઇડ ડિસઓર્ડર માટે સૌથી મહત્ત્વનું આસન હોય છે. શીર્ષાસન બાદ જો સેતુબંધ કરવામાં આવે તો થાઈરોઇડ માટે પ્રભાવશાળી સાબિત થાય છે. આ આસન કરવાથી થાઈરોઇડ ગ્લેડની સારી રીતે મસાજ કરવામાં આવે છે, અને થાયરોક્સિજન હોર્મોનના સ્ત્રવણમાં મદદ મળે છે, જે થાઈરોઇડને રોકવામાં મદદ કરે છે.

થાઈરોઇડના દર્દીએ કેવું ભોજન લેવું ?

ફાયબરયુક્ત ખોરાક લેવો.

ભોજનમાં નિયમિત રીતે ફળ અને લીલી શાકભાજીનું સેવન કરો.

માંસાહારી ભોજન, દૂધ અને દૂધથી બનેલા ખાદ્ય પદાર્થોનું સેવન ઓછું કરો.