Yoga guru Ramdev on Friday said Lord Ram was the ancestor not only of Hindus, but also of Muslims
  • Home
  • Featured
  • ભગવાન રામ હિંદુની સાથે-સાથે મુસ્લિમના પણ પૂર્વજઃ રામદેવ

ભગવાન રામ હિંદુની સાથે-સાથે મુસ્લિમના પણ પૂર્વજઃ રામદેવ

 | 11:04 pm IST

રાષ્ટ્રના ગૌરવ સંબંધમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દાને લઇ યોગ ગુરુ બાબા રામદેવે એક વિવાદિત નિવેદન આપ્યું છે. હાલ બાબા રામદેવના આ નિવેદનના કારણે તેમની ભારે આલોચના થઇ રહીં છે. છેલ્લા કેટલાક સમયથી દેશમાં ધર્મને લઇને રાજનીતિ રમાઇ રહી છે. જેમાં દેશના મોટા ભાગના નેતાઓ અને ધર્મગુરુ લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લીધા વગર જ પોતાના વ્યક્તિગત ફાયદા માટે આવા વિવાદિત નિવેદનો આપતા હોય છે.

હાલ ભગવાન રામે લઇને બાબા રામદેના નિવેદને વિવાદોનું જોર પકડ્યું છે. બાબા રામદેવે એક નિવેદનમાં કહ્યું કે ભગવાન રામ માત્ર હિંદુઓના જ નહિ પરંતુ મુસ્લિમોના પણ પૂર્વજ હતા. રામ મંદિરનો મુદ્દો મત બેંકના રાજકારણ સંબંધિત નથી.

બાબા રામદેવ ગુજરાતના નડિયાદમાં 3 દિવસીય યોગ શિબિર માટે પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે હું ચોક્કસપણે માનું છું કે રામ મંદિર અયોધ્યામાં બાંધવું જોઈએ. જો રામ મંદિર અયોધ્યામાં નહીં બનાવ, તો તમે તેને ક્યાં બનાવશો? તે સ્પષ્ટ છે કે તે મક્કા, મદિના અથવા વેટિકન સિટીમાં તો બનાવવામાં આવશે નહીં.

તેમણે એવો દાવો કર્યો કે આ એક નિર્વિવાદ હકીકત છે કે અયોધ્યા ભગવાન રામનું જન્મ સ્થળ છે. ભગવાન રામ ફક્ત હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમોના પૂર્વજો પણ હતા. રામ મંદિરનો આ મુદ્દો દેશના ગૌરવ સાથે સંબંધિત છે. તેને મત બેંકની રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી.

જ્યારે કોંગ્રેસ પણ રામદેવના આ નિવેદન પર ભારે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમના જેવા ધાર્મિક નેતાઓ શાસક ભાજપના લાભાર્થી છે અને ચૂંટણી જીતવામાં પાર્ટીને મદદ કરવા આવા નિવેદનો આપે છે.ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે બાબા રામદેવ જેવા લોકો ભાજપના શાસક પક્ષના લાભાર્થી છે. આગામી પાંચ વર્ષમાં બીજેપી અને મોદી સરકારને વધુ ફાયદા મેળવવા માટે ચૂંટણી પહેલાં એક વખત આવા પ્રકારના નિવેદનો આપતા રહેં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.