Yogi Adityanath in action with Film City in Uttar Pradesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીને લઈને યોગી આદિત્યનાથ એક્શનમાં, બોલિવૂડના દિગ્ગજો સાથે મહત્વની બેઠક

ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીને લઈને યોગી આદિત્યનાથ એક્શનમાં, બોલિવૂડના દિગ્ગજો સાથે મહત્વની બેઠક

 | 4:19 pm IST

સુશાંતસિંહ રાજપૂત (Sushantsingh Rajput)ના મોત પછી બોલિવૂડ (Bollywood)માં આવેલા ભૂકંપની ધ્રુજારી હજુ પણ ઠંડી નથી પડી. બોલિવૂડ (Bollywood)માં અનેક ગૃપ બની ચૂક્યા છે અને એકબાજી ઉપર આરોપ પ્રત્યાઆરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સરકારે રાજ્યમાં ફિલ્મ સિટી (FilmCity)બનાવવાની ઘોષણા કરી દીધી છે. જેને લઈને આજે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ (Yogi Adityanath) મોટી બેઠક કરી રહ્યા છે. જેમાં બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા છે.

 આજે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે બોલિવૂડના કેટલાક મોટા ચેહરા, નિર્માતા, સ્ટાર્સની સાથે મુલાકાત કરી છે. જેણે ફિલ્મી દૂનિયામાં પોતાનું યોગદાન આપ્યું છે. આ બેઠકનું આયોજન સીએમ યોગી આદિત્યનાથના ઘરે કરવામાં આવ્યું છે. તો સાથે સાથે કેટલાક સ્ટાર્સ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ તેમાં જોડાશે. આ બેઠકમાં નોઈડા, બેટર નોઈડા, યમુના એક્સપ્રેસ-વેના સીઈઓ પણ હાજર છે. બેઠકમાં સુભાષ ઘાઈ (Subhash Ghai), ડેવિડ ધવન(David Dhawan), નિતિન દેસાઈ(Nitin Desai), અશોક પંડિત(Ashok Pandit), વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri), ભૂષણ કુમાર (Bhushan Kumar), મધુર ભંડારકર (Madhur Bhandarkar), પરેશ રાવલ (Paresh Raval), અનુપમ ખેર (Anupan Kher), ઉદિત નારાયણ (Udit Narayan), અનુપ જલોટા (Anup Jalota), કૈલાશ ખેર (Kailash Kher)વગેરે દિગ્ગજો ભાગ લઈ રહ્યા છે.

જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી યોગી આદિત્યનાથે ફિલ્મ નિર્માતા મધુર ભંડારકર(Madhur Bhandarkar)ની સાથે મુલાકાત કરી હતી. આ સિવાય યુપી સરકારની તરફથી કેટલાક દિગ્ગજો આ બેઠકમાં થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને સુપરસ્ટાર રજનીકાંત (Rajnikant)ની બેટી સૌંદર્યાને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વીડિયો પણ જુઓઃ અમદાવાદની વટવા પોલીસની અનોખી કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન