NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચૂંટણી પહેલા નક્કી હતું ‘ટાઈગર જ બનશે યુપીના CM’! વિરોધીઓ ખાઈ ગયા થાપ, જાણો શાં માટે?

ચૂંટણી પહેલા નક્કી હતું ‘ટાઈગર જ બનશે યુપીના CM’! વિરોધીઓ ખાઈ ગયા થાપ, જાણો શાં માટે?

 | 10:12 am IST

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં હિન્દુત્વની રાજનીતિમાં ટાઈગર કહેવાતા યોગી આદિત્યનાથને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય તો બહુ પહેલા જ લઈ લીધો હતો એવા અહેવાલો છે. એક અહેવાલ મુજબ આ અંગેનો નિર્ણય ગોરખપુર સ્થિત ગોરક્ષપીઠમાં અગાઉ લેવાઈ ગયો હતો જેના પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) અને સંત સમાજે પોતાની મહોર લગાવી હતી પરંતુ ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરાને જાહેર કરાયો ન હતો આથી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો. ભાજપના ટોચના નેતૃત્વએ યોગીને સામે લાવીને એક તીરથી અનેક નિશાન સાંધ્યા છે. એટલે કે કિલિંગ ટૂ બર્ડ્સ વિથ વન સ્ટોનનો ફોર્મ્યુલા અપનાવ્યો છે. યોગીને રાજ્યની સત્તા સોંપીને પીએમ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત RSSએ પોતાના મંતવ્ય સ્પષ્ટ કર્યા છે કે રાજ્યમાં પાર્ટીની નજર હવે 2019માં થનારી લોકસભાની ચૂંટણી પર છે.

ભારે બહુમતીથી ચૂંટાઈને આવેલા ભાજપ માટે ઉત્તરપ્રદેશમાં કોને મુખ્યમંત્રી પસંદ કરવા તે અંગે ખુબ મનોમંથન હતું. છેલ્લે રાજ્યની કમાન હિન્દુત્વની છબીના પ્રતિક સમાન યોગી આદિત્યનાથને સોંપાઈ. એક ફકીર (વડાપ્રધાન મોદી) અને બીજા યોગી- આથી આશા રાખવામાં આવી રહી છે કે આ જોડી રાજ્યના વિકાસને નવા શિખર સુધી લઈ જશે. જો કે યોગીને કામ માટે પૂરતો સમય આપ્યા વગર જ તેમની ઉગ્ર હિન્દુત્વવાદી છબી પર સવાલ ઉઠાવવો યોગ્ય નહીં રહે. નરેન્દ્ર મોદીએ જ્યારે વડાપ્રધાન પદ સંભાળ્યું હતું ત્યારે પણ આ મુદ્દો ઉઠ્યો હતો પરંતુ આજે સ્થિતિઓ કેટલી બદલાઈ ગઈ છે.

સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના નામની આંધી ચાલી રહી છે અને કોંગ્રેસના સૂપડાં સાફ થઈ રહ્યાં છે. ભાજપે પૂર્વોત્તર જેવા રાજ્યોમાં પણ પગપેસારો કરી લીધો છે. દેશની 58 ટકા વસ્તી પર ભાજપે કબ્જો જમાવ્યો છે. દલિત, મુસ્લિમ વર્ગોમાં પણ ભાજપ, પીએમ મોદી અને તેમની નીતિઓ લોકપ્રિય થઈ રહી છે. કારણ કે જો આમ ન હોત તો ઉત્તર પ્રદેશના દલિતો અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ભાજપને આટલી મોટી જીત ન મળત. સમય સાથે જે બદલાવવાનો હુનર જાણે તે જ અસલી ખેલાડી કહેવાય છે.

કેમ મોદી-શાહની પસંદ બન્યાં આદિત્યનાથ?

યોગી આદિત્યનાથની પસંદગીમાં આરએસએસને બહુ લેવાદેવા નહતાં. યોગીની પસંદગી પાછળ તેમની લોકપ્રિયતા, રાજનીતિક દબદબો, વિભિન્ન જાતિઓમાં તેમની અપીલ અને આ વખતે ચૂંટણીમાં તેમના તરફથી દેખાડવામાં આવેલો સંયમ કારણભૂત મનાય છે. આ ઉપરાંત તેઓ સ્પષ્ટવક્તા છે અને જીવનશૈલી એકદમ સાદી અને સરળ છે. અમિત શાહે પોતે તેમના આ અંગે વખાણ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે 2014ની ચૂંટણી દરમિયાન તેઓ કેટલોક સમય ગોરખપુર મઠમાં રોકાયા હતાં. ત્યાં તેમની જીવનશૈલી, લોકો અંગેની તેમની ચિંતાઓ અને તેમના જ્ઞાનથી તેઓ પ્રભાવિત થયા હતાં.

આ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી પદ માટે બે નામ સામે આવ્યાં હતાં જેમાં એક નામ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહનું હતું અને બીજુ નામ યોગી આદિત્યનાથનું હતું. અમિત શાહે રાજનાથ સિંહને મુખ્યમંત્રી બનવા અંગે પૂછતા તેમણે ના પાડી હતી. યોગી આદિત્યનાથ માટે એવું પણ કહેવાય છે કે તેઓ તમામ જાતિઓમાં લોકપ્રિય છે. એક ટોચના ભાજપના નેતાના જણાવ્યાં મુજબ આદિત્યનાથ એક સન્યાસી છે અને આથી તેઓ જાતિથી ઉપર છે. ગોરખનાથ પીઠના અનુયાયીઓમાં મુખ્ય રીતે પછાત જાતિઓના લોકો, ખાસ કરીને યાદવ છે પરંતુ અન્ય જાતિઓ પણ તેમના અનુયાયીઓમાં સામેલ છે.