Yogi Adityanath's Reply To Uddhav Thackeray On UP Film City
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • UPમાં ફિલ્મ સિટી પર યોગી-ઉદ્ધવ સામસામે, ઠાકરેના નિવેદન પર આદિત્યનાથે આપ્યો વળતો જવાબ

UPમાં ફિલ્મ સિટી પર યોગી-ઉદ્ધવ સામસામે, ઠાકરેના નિવેદન પર આદિત્યનાથે આપ્યો વળતો જવાબ

 | 4:55 pm IST
  • Share

યુપી (Uttar Pradesh)માં ફિલ્મ સિટી (Film City)ની સ્થાપના અંગે મહારાષ્ટ્ર (Maharashtra)ના સીએમ ( Uddhav Thackeray) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના મુદ્દે સીએમ યોગી (Yogi Adityanath)એ જવાબ આપ્યો છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું છે કે, તેઓ કોઈ પણ રાજ્યમાંથી કંઈપણ લઈ જઈ રહ્યા નથી. તેમણે કહ્યું હતું કે, યુપીની ફિલ્મ સિટી શહેરની માંગ અને જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવી રહી છે, જ્યારે મુંબઈની ફિલ્મ સિટી તેની જરૂરિયાતો અનુસાર કામ કરશે.

વર્લ્ડ ક્લાસ ફિલ્મ સિટી બનાવવા તરફ કામ થઈ રહ્યું છે

યોગીએ કહ્યું કે અમે યુપીમાં વર્લ્ડ ક્લાસ ફિલ્મ સિટી બનાવવા તરફ કામ કરી રહ્યા છીએ અને તેથી જ આજે ફિલ્મ જગતના ઘણા લોકો સાથે મુલાકાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુંબઈ પહોંચ્યા છે. અહીં તેમણે ફિલ્મ સિટી વિશે ઉદ્યોગસાહસિકો અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી. આ દરમિયાન, તેમણે યુપીમાં ફિલ્મ સિટી બનાવવા માટે દરખાસ્તો, સૂચનો અને સહયોગ માંગ્યો.

 અન્ડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે 

યુપીના સીએમ જે રીતે ઉદ્યમીઓ સાથે વાત કરી રહ્યા હતા, તે સમયે એનસીપીના કાર્યકરોએ હોટલની બહાર હંગામો મચાવ્યો હતો. બીજી તરફ યુપી સરકારના મંત્રીએ કહ્યું છે કે અન્ડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે યુપીમાં ફિલ્મ સિટી ન બનાવાય. યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે યુપીમાં ફિલ્મ સિટી માટે પસંદ કરેલું સ્થળ જેવર એરપોર્ટથી છ કિલોમીટર દૂર છે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે.

યોગીએ કહ્યું – તમારી પાસે લાંબો અનુભવ છે, સૂચનો આપો

આ સ્થાનથી દિલ્હી અડધા કલાકમાં, મથુરા અડધા કલાકમાં અને આગ્રા 45 મિનિટમાં પહોંચી શકાય છે. યુપીના સીએમએ કહ્યું કે તેમણે અથવા તેમની ટીમે આ ક્ષેત્રમાં કામ કર્યું નથી. તમે લોકોએ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. તમારી પાસે લાંબો અનુભવ છે. શું કરી શકાય? આ માટે સૂચન આપો. યોગીએ કહ્યું કે યુપીમાં બનનારી ફિલ્મ સિટી વર્લ્ડ ક્લાસ ફિલ્મ સિટી બનશે. હું તમને બધાને આમંત્રણ આપવા આવ્યો છું.

જાણો સમગ્ર માહિતી: પૂર્વ મંત્રી કાંતિ ગામિત સામે કડક પગલાં લેવાની સૂચના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન