yogi government orders closure of salughterhouse and meat shops on anniversary of legendary icons and shivaratri
  • Home
  • Featured
  • માંસના વેચાણ મુદ્દે યોગી સરકારનું કડક વલણ, લીધો મોટો નિર્ણય

માંસના વેચાણ મુદ્દે યોગી સરકારનું કડક વલણ, લીધો મોટો નિર્ણય

 | 11:28 am IST
  • Share

  • યૂપીની યોગી સરકારે લીધો મોટો નિર્ણય

  • મહાપુરુષોની જયંતિ અને શિવરાત્રિએ નહીં વેચી શકાય માંસ

  • આદેશનું કડક રીતે પાલન કરવાની અપાઈ છે સૂચના

 

યોગી સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતા કહ્યું છે કે હવેથી મહાપુરુષોની જયંતિ અને શિવરાત્રિના દિવસોએ સ્લોટર હાઉસ અને માંસની દુકાનો બંધ રહેશે. આ નિયમના કારણે 25 નવેમ્બરે એટલે કે આજે સિંધી સમાજના સંત ટીએલ વાસવાનીની જયંતિના અવસરે પ્રદેશમાં સ્લોટર હાઉસ અને મીટની દુકાનોને બંધ રાખવાનો આદેશ અપાયો છે. નગર વિકાસ વિભાગના અપર મુખ્ય સચિવ રજનીશ દુબેએ આ મુદ્દે દરેક જિલ્લાના મંડળાયુક્ત અને જિલ્લા અધિકારીને આદેશ આપતા કહ્યું કે આ નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવે.

 

આજે ટીએલ વાસવાનીની જયંતિ

જાહેર આદેશમાં કહેવાયું છે કે આજે ટીએલ વાસવાનીની જયંતિ છે. દરેક નગરીય વિસ્તારોમાં બૂચડખાના સિવાય મીટની દુકાનો બંધ રાખવામાં આવશે. દરેક જિલ્લા અધિકારીને આદેશનું કડકાઈથી પાલન કરવાના આદેશ અપાયા છે.

શું અપાયો છે આદેશ

આદેશમાં કહેવાયું છે કે મહાવીર જયંતિ, બુદ્ધ જયંતિ, ગાંધી જયંતિ, શિવરાત્રિ અને સાધુ ટીએલ વાસવાનીની જયંતિના અવસરે નગરના બૂચડખાના સિવાય મીટની દુકાનો બંધ રાખવામાં આવશે. આ પાછળ એવો તર્ક અપાયો છે કે અહિંસાના સંદેશ આપનારા મહાપુરુષો અને પર્વને ધ્યાનમાં રાખીને તેમની જયંતિને અહિંસા દિવસના રૂપમાં ઉજવવામાં આવે તેવા આદેશ અપાયા છે. 2017માં સત્તામાં આવ્યા બાદ યોગી સરકારે ગેરકાયદેસર સલોગબટેર હાઉસ પર તંજ કસ્યો હતો. સાથે ખુલ્લામાં માંસના વેચાણ પર પણ રોક લગાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો