Yograj Again Blast At MS Dhoni and Said Rayudu To Comeback In Cricket
  • Home
  • Sports
  • Cricket
  • દીકરા, સંન્યાસ પાછો લે; ધોનીનાં જેવી ગંદકી ક્રિકેટમાં હંમેશા નહીં રહે – યોગરાજ સિંહ

દીકરા, સંન્યાસ પાછો લે; ધોનીનાં જેવી ગંદકી ક્રિકેટમાં હંમેશા નહીં રહે – યોગરાજ સિંહ

 | 9:04 pm IST

તાજેતરમાં જ ભારતીય ટીમમાંથી રીટાયરમેન્ટ લેનારા ક્રિકેટર યુવરાજ સિંહનાં પિતાએ મહેન્દ્ર સિંહ ધોનીને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. યુવીનાં પિતા અને પૂર્વ ભારતીય ક્રિકેટર યોગરાજ સિંહે અંબાતિ રાયડૂનાં સંન્યાસ લેવાની વાત પર મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના નિશાને લેતા મોટું નિવેદન આપી દીધું છે. યોગરાજ સિંહે ટ્વિટ કરીને કહ્યું કે, તેઓ રાયડૂનાં સંન્યાસ લેવાનાં નિર્ણયથી ઘણા દુ:ખી છે અને તેણે ઉતાવળે આ નિર્ણય લીધો છે.

અંબાતિ રાયડૂને ક્રિકેટમાં પરત આવવાનું કહ્યું

યોગરાજ સિંહે અંબાતિ રાયડૂને અપીલ કરી કે તે આ નિર્ણયને પરત લે અને ઘરઆંગણે રન બનાવીને પોતાને સાબિત કરે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં જગ્યા ના મળતા અંબાતિ રાયડૂએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતુ. ભારત માટે એક ટેસ્ટ મેચ અને 6 વન ડે રમનારા યોગરાજ સિંહે અંબાતિ રાયડૂનાં સંન્યાસનું ઠીકરું ધોનીનાં માથે ફોડ્યું છે. યોગરાજ સિંહે કહ્યું કે, ‘ગાંગુલી યુવા ખેલાડીઓને તક આપતો હતો, જ્યારે ધોનીએ આવુ ના કર્યું. રાયડૂએ રમતા રહેવું જોઇતુ હતુ અને ઘરઆંગણાની મેચોમાં રન બનાવીને ખુદને સાબિત કરવો હતો, કેમકે હજુ તેનામાં ઘણું ક્રિકેટ બાકી છે.’

યુવી ધોની પહેલા ઇન્ડિયાનો કેપ્ટન બનવાને ડીઝર્વ કરતો હતો

યોગરાજે કહ્યું કે, ‘રાયડૂ, મારા દીકરા તે સંન્યાસનો નિર્ણય ઉતાવળમાં લીધો. સંન્યાસથી પરત ફર અને તારી આવડત બતાવ. એમએસ ધોની જેવા લોકો હંમેશા ક્રિકેટમાં નથી રહેતા. તેના જેવી ગંદકી હંમેશા નહીં રહે.’ તેમણે કહ્યું છે કે, ‘દરેક જગ્યાએ ખરાબ માણસો મળશે. યુવરાજ સિંહ ધોની પહેલા ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનવાને ડીઝર્વ કરતો હતો.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન