Yograj Singh Will Be Reveal Many Things About MS Dhoni
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડ કપ બાદ શરૂ થશે ધોનીનો કપરો સમય, યુવરાજનાં પિતા કરશે ચોંકાવનારા ખુલાસાઓ

વર્લ્ડ કપ બાદ શરૂ થશે ધોનીનો કપરો સમય, યુવરાજનાં પિતા કરશે ચોંકાવનારા ખુલાસાઓ

 | 7:39 pm IST

લગભગ તમામ ક્રિકેટપ્રેમીઓ જાણે છે કે યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે કેવો સંબંધ છે. કરોડો ક્રિકેટપ્રેમીઓ હજુ પણ એ શબ્દોને નથી ભૂલ્યા જેનો ઉપયોગ યોગરાજ સિંહે ગત વિશ્વ કપ માટે યુવરાજની ટીમમાં પસંદગી ના થતા ધોની માટે તેમણે કહ્યા હતા. જો કે હજુ પણ લાગી રહ્યું છે કે યોગરાજ સિંહનાં દિલમાં હજુ પણ કંઇક ખૂંચી રહ્યું છે. યોગરાજ સિંહનો એક વિડીયો સામે આવ્યો છે અને તેમાં તેમણે ઇશારો કર્યો છે કે તેઓ ધોની વિશે મોટો ખુલાસો કરશે.

નામ આપ્યા વગર ધોનીને ગણાવ્યો ‘ડર્ટી પૉલિટિક્સ’ માટે જવાબદાર

હવે જ્યારે ધોની રવિવારનાં રોજ પાકિસ્તાન સામેની મેચની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યારે આ વિડીયો સામે આવ્યો છે. આમા યોગરાજ સિંહે નામ આપ્યા વગર એક ખેલાડીને ક્રિકેટમાં ‘ધ ડર્ટી પૉલિટિક્સ માટે જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ જ કારણ છે કે ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, વીવીએસ લક્ષ્મણ અને તેમના ખુદનાં દીકરા યુવરાજ સિંહને ટીમમાં સ્થાન ના મળ્યું. જો કે યોગરાજ સિંહે તે ખેલાડીનાં નામની જાહેરાત નથી કરી. યોગરાજ સિંહે કહ્યું કે, તેઓ એ ખેલાડીનું નામ નથી લેવા ઇચ્છતા, કેમકે વિશ્વ કપ ચાલી રહ્યો છે, પરંતુ વિશ્વ કપ પછી તે ખેલાડી વિશે ખુલાસાઓ કરશે. તેમણે કહ્યું છે કે તેઓ તે ખેલાડી વિશે નાનાથી નાની અને મોટામાં મોટી વાત જાણે છે.

વર્લ્ડ કપ બાદ કરશે અનેક ખુલાસાઓ, જણાવશે ખેલાડીનું નામ પણ

યોગરાજ સિંહે કહ્યું કે, “હું એ ખેલાડીનું નામ લેવા નથી ઇચ્છતો, પરંતુ આ ખેલાડી છેલ્લા 15 વર્ષથી ગંદી રાજનીતિ કરી રહ્યો છે. તેણે ભારતીય ક્રિકેટર્સની જિંદગીને મુશ્કિલ બનાવી દીધી છે અને હું વિશ્વ કપ પૂર્ણ થયા બાદ તેના નામનો ખુલાસો કરીશ.” યોગરાજ સિંહે કહ્યું કે, “તે ખેલાડી હું જે કહીશ તેને આખી જિંદગી યાદ રાખશે, કે કોઇકે તેના વિશે કંઇક કહ્યું હતુ. હું અત્યારે તે ખેલાડી વિશે કંઇ કહેવા નથી માંગતો, કારણ કે હું નથી ઇચ્છતો કે વર્લ્ડ કપ દરમિયાન તેની અસર ટીમ પર પડે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન