યૌવનનું હેસિયતનામું - Sandesh

યૌવનનું હેસિયતનામું

 | 2:52 am IST

ચિનગારીઃ પ્રો. રામુભાઈ એસ. પટેલ

મંઝિલ પર પહુંચનેકી તમન્ના હૈ જિનકો,

વે રાસ્તે પર ખડે હોકર સાંચે નહીં જાતે કભી.

આપણા રાજ્યસભાના સાંસદ અને જાણીતા અભિનેત્રી હેમા માલિનીએ પ્રવર્તમાન યૌવનને ચેલેન્જ આપતાં કહે છે કે ‘જિસકો દેખકે ગર્વ હો ઐસા યુવાન ઈસ દેશમેં હૈ કર્હાં?’ અને આપણા રાષ્ટ્રીય શાયર યૌવનને કઈ નજરે જુએ છેઃ ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વિંઝે પાંખ, અણદીઠી ભોમ પર યૌવન માંડે આંખ’ આવા યૌવનના હેસિયતનામનાં શિખરો અંગે અહીં વાત કરવી છે.

તેથી જ મારા યુવાન દોસ્તોને હું સાવલ પૂછું છું કે

ટહુકા વિનાની કોયલ હોઈ શકે? ગતિ વિનાનો પવન હોઈ શકે? કે રંગ વિનાનું મેઘધનુષ હોઈ શકે?

તો પછી જીવનમાં ધ્યેય વિનાનો અને પ્રાયોરિટી વિનાનો યુવાન હોઈ શકે? નેતાની પ્રાયોરિટી ખુરશી, અભિનેતાની પ્રાયોરિટી રોલ અને ઉદ્યોગપતિની પ્રાયોરિટી ધન.

ગોલ સેટિંગ

એવરેસ્ટ શિખર વિજેતા હિલેરી પ્રથમ ટ્રાયલે નિષ્ફળ ગયો હતો, પરંતુ હિમાલયને ચેલેન્જ આપતાં કહે છે કે ‘હે હિમાલય અત્યારે તો તારા સર્વોચ્ચ શિખર પર ચઢતાં ચઢતાં હું હાંફી ગયો છું પરંતુ ‘માઈન્ડવેલ’ હું હવે પછી બેવડા દૃઢ સંકલ્પબળથી તારી ઉપર ફરી સવારી કરવા આવીશ તે દરમિયાન તારી ઊંચાઈ તો એની એ જ રહેવાની છે. વધવાની નથી પરંતુ મારું સંકલ્પબળ બેવડું થવાનું છે.’

ફર્મ ડિટરમિનેશન

ભારતના પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી નાના હતાં ત્યારે તેમના પિતા સરકારમાં ઉચ્ચ હોદ ઉપર હતા. ઘરમાં સરકારી અફસરો અને નોકરો તેમનો જે માન મરતબો જાળવતા હતા તે જોેઈને કિરણ બેદીએ બચપનમાં જ દૃઢ સંકલ્પ કરી દીધો કે નોકરી કરવી તો બાપા જેવી કરવી.

ઈનોવેશન

આ કિરણ બેદીએ આઈ.પી.એસ. બનીને પોતાની ભૂમિકા બીજા આઈ.પી.એસ. અધિકારીઓ કરતાં જુદી તરાહથી ભજવી. તેઓ દિલ્હીની તિહાડ જેલના સુપ્રિન્ટેડેન્ટ બન્યા. કેદીઓના વર્તન વ્યવહારમાં પોઝિટિવ થિંકિંગ ઉજાગર કરવા તેમને ગૃહઉદ્યોગની તાલીમ આપી પુનઃવસવાટનું કામ કર્યું. આ અનોખી કાર્યશૈલી જોઈ વિશ્વ કક્ષાએ ‘મેગ્નેસેસ એવોર્ડ’ મળ્યો અને યુનોમાં પોલીસ કલ્ચરના એડવાઈઝર બન્યા.

આત્મવિશ્વાસ

હાથીના બચ્ચા મદનિયાને નાજુક સાંકળથી બાંધવામાં આવે છે તેથી મદનિયાના મનમાં એવો ખ્યાલ પ્રસ્થાપિત થાય છે કે મારાથી આ સાંકળ તૂટશે નહીં. આમ આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. એક વખતનું મદનિયું ગંજાવર બળવાન હાથી બનવા છતાં બચપનમાં ગુમાવેલ આત્મવિશ્વાસના કારણે નાજુક સાંકળ તોડવા અસમર્થ બને છે. આમ કોઈપણ સફળતા માટે આત્મવિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે.

નો એસ્ક્યુઝ

યૌવનના શબ્દકોષમાં કદાપી ‘If & But’ જો અને ‘તો’ શબ્દો હોઈ શકે નહીં. આ ‘જો’ અને ‘તો’ શબ્દો યુવાનને નિર્ણિત મંઝિલ પર પહોંચવાની તમન્નામાં રૂકાવટ લાવે છે. જેઓ મક્કમ ધ્યેયને વરેલા નથી તેઓને માટે ‘જો’ અને ‘તો’ શબ્દો બહાના કે વિસામા સમાન બની જાય છે. તેથી જ એક શાયરે કહ્યું છે કે ‘મંઝિલ પર પહુંચને કી તમન્ના હૈ જિનકો વે રાસ્તે પર ખડે હોકર સોએ નહીં જાતે કભી.’ મુસાફરીનો ઉદ્ેશ્ય ગાડીમાં મોજમજા કરવાનો નથી કિંતુ નિર્ણિત મંઝિલ પર પહોંચવાનો છે.

યૌવનના મસલ્સ પાવરમાં જ્યારે સ્કીલ પાવર ભળે અને પછી જે વાનગી બને તે ‘પીઝા’ થી ઓછી સ્વાદિષ્ટ નથી હોતી. આ સ્વાદિષ્ટ ‘પીઝા’ ખાવા માટે પાવરફુલ ધ્યેય-લક્ષ્યાંકને ‘હેસિયતનામું’ કહે છે.

[email protected]