You are also aware of the life of a woman who has gone through this in Periods
  • Home
  • Featured
  • પીરિયડ્સમાં આનો ઉપયોગ કરવાથી ગયો મહિલાનો જીવ, તમે પણ ચેતી જજો

પીરિયડ્સમાં આનો ઉપયોગ કરવાથી ગયો મહિલાનો જીવ, તમે પણ ચેતી જજો

 | 11:14 am IST

ગત કેટલાક સમયથી દેશમાં મેન્સટ્રઅલ હેલ્થ અને હાઇજીન અંગે જાગૃતતા ફેલાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. સરકારી કાર્યક્રમ, એનજીઓ, સોશિયલ મીડિયા એટલું જ નહીં પેડમેન જેવી ફિલ્મો પણ આ મુદ્દા પર જનતાને જાણકારી આપવાના કામમાં લાગી છે. છતા પણ ગત અઠવાડિયે પીરિયડ્સને લઇને જાગૃતતાના અભાવના કારણથી એક યુવા મહિલાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સેનેટરી નેપકિન કે બીજા સુરક્ષિત વિકલ્પોની જગ્યાએ એક જ કપડાનો વારંવાર ઉપયોગ કરવાથી તેને જીવલેણ ઇન્ફેક્શન થઇ ગયું હતું.

સોમવારે અહમદનગર જિલ્લાની રહેનારી 28 વર્ષીય મહિલાને પુણેના રુબી હોલ ક્લિનિકમાં ગંભીર હાલમાં દાખલ કરવામાં આવી. મહિલાનો પતિ એક ગરબી ખેડૂત હતા. જેમણે તેને રવિવારે ઇમરજન્સીમાં દાખલ કરાવી, મહિલાને ગંભીર પેટનો દુખાવો, લો બ્લડ પ્રેશર અને વધારે તાવની ફરિયાદ કરી હતી.

મહિલાને ટૉક્જિક શૉક સિંડ્રોમ થઇ ગયો હતો

તપાસમાં માલૂમ પડ્યું કે મહિલાની બીમારીનું કારણ પીરિયડ્સના સમયે એક જ કપડાનો વારંવાર ઉપયોગ કરવાને કારણે થઇ હતી. જેના કારણે મહિલાને ટૉક્જિક શૉક સિંડ્રોમ થઇ ગયો હતો. જે બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી થનારી એક ગંભીર બીમારી છે. રુબી હોલ ક્લિનિક પુણેના ડોક્ટર અભીજિત લોઢાનું કહેવું હતું, મહિલાને પહેલા જ ગંભીર સેપ્સિસ થઇ ગયો હતો. તેને 106 ડિગ્રી તાવ હતો અને તે શૉકમાં હતી તેનું બીપી પણ વધારે લૉ હતુ કે તેને માપી શકાયુ નહીં. સેપ્સિસ અને જરૂરી અંગોના નાકામ હોવાના કારણથી તેનું મોત થઇ ગયું.

48.5% ગ્રામીણ મહિલાઓ કરે છે સેનેટરી નેપકિનનો ઉપયોગ

નેશનલ ફેમિલી હેલ્થ સર્વેની 2015-16ના રિપોર્ટ મુજબ દેશની આશરે 48.5 ટકા ગ્રામીઁણ અને 77.5 ટકા શહેરી મહિલાઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે. આખા દેશમાં સરેરાશ 57.6 ટકા ઠેય આ સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં 24 ટકા છોકરીઓ પીરિયડ્સના કારણે સ્કૂલ જવા દેવામાં આવતી નથી. જેના માટે જાગૃતતામાં અભાવ, ગરીબી અને સેનેટરી નેપકિન સુધી તેમની પહોંચ ન હોવી જવાબદાર છે.

રુબી હોલ ક્લિનિકની મહિલા રોગ વિભાગની પ્રમુખથ ડૉ. સુનીતા તંડુલવડકરે જણાવ્યું કે, સરકારના પ્રયાસો બાદ પણ ઘણી ગ્રામીણ મહિલાઓ એક જ કપડાને વારંવાર પીરિયડ્સમાં ઉપયોગ કરે છે. જેથી તેમના શરીરમાં ઇન્ફેક્શન ફેલાય જાય છે. સેનેટરી નેપકીનની જગ્યાએ મેન્સ્ટ્રઅલ કપ ઓછી કિંમત હોવાના કારણથી વધારે યોગ્ય વિકલ્પ સાબિત હોય શકે છે.

પુણે જિલ્લા સ્વાસ્થ્ય અધિકારી ડૉ. દિલીપ માનેનો દાવો છે કે સરકાર પીરિયડ્સમાં સ્વાસ્થ્ય અને સુરક્ષાને જોડાયેલી દરેક જાણકારીઓ જનતા સુધી પહોંચવાનું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય અધિકારી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવા અભિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં ચલાવી રહ્યા છે. જેથી છોકરીઓને આ અંગે શિક્ષિત કરી શકાય, તેમજ આશા વર્કસ દ્વારા આ ક્ષેત્રોમાં સેનેટરી પેડ્સની વેચાણ કરાવી રહ્યા છીએ એક પેકેટની કિંમત 6 રૂપિયા છે જેમા 6 સેનેટરી પેડ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન