you can change your future by doing this tricks as per your date of birth
  • Home
  • Astrology
  • જન્મની તારીખ પ્રમાણે કરો આ ઉપાય અને બદલો તમારું ભાગ્ય

જન્મની તારીખ પ્રમાણે કરો આ ઉપાય અને બદલો તમારું ભાગ્ય

 | 7:34 pm IST

અંકજ્યોતિષમાં નંબરનું ખાસ મહત્વ હોય છે. અંકશાસ્ત્ર અનુસાર દરેક મનુષ્યનું એક મુખ્ય નંબર હોય છે જેને આંકડાના સ્વામી કહેવાય છે અને તે જ નંબરથી તેનું ભાગ્ય જોડાયેલો હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્મની તારીખમાં કેટલાક ઉપાયો કરવાથી તે મનુષ્યને ભાગ્યનું સાથ મળે છે.

મૂળાંક વ્યક્તિના જન્મની તારીખનો સરવાળો હોય છે. જેનો અર્થ છે કે, જે તારીખે તમારું જન્મ થયું છે, તે તારીખનો સરવાળો તમારુ મૂળાંક કહેવાય છે. જો તમારૂં જન્મ 1 થી 9 આંકડાની વચ્ચે થયું છે તો તમારું મૂળાંક તે જ રહેશે. તેમજ જો તમારૂં જન્મ 10 થી 31ની વચ્ચે થયું હશે તો આ બન્ને આંકડાનો સરવાળો તમારું મૂળાંક કહેવાશે. જેમ કે, તામારા બાળકનું જન્મ 29 તારીખે થયું હશે તો 2 અને 9નો સરવાળો 11 થાય છે અને તે બન્નેના સરવાળા 2 થાય છે એટલે તેનું મૂળાંક 2 થશે.

અંક 1- મૂળાંક 1નું સંબંધ સૂય ગ્રહથી હોય છે, એટલે જેનું મૂળાંક એક હોય છે, તેમના માટે પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. ભાગ્યનું સાથ મેળવવા આ લોકોને પૂર્વ દિશામાં વાંસળી રાખવી જોઇએ.
અંક 2 – મૂળાંક 2 ચંદ્ર ગ્રહ સાથે સંલગ્ન છે, તેથી મૂળાંક 2 ધરાવતી વ્યક્તિની પશ્ચિમ દિશામાં સફેદ આકૃતિ વાળી તસ્વીર લગાવવી જોઈએ.
અંક 3 – મૂળાંક 3 ઉત્તર-પૂર્વ દિશાથી સંલગ્ન છે, તેથી મૂળાંક 3 સાથે સંલગ્ન વ્યક્તિને ભગવાન શિવની પસંદગીની કોઈ વસ્તુ રાખવી જોઇએ.
અંક 4 – મૂળાંક 4ની દિશા દક્ષિણ-પશ્ચિમ છે, આ દિશાના માલિક રાહુ છે, તેથી આ દિશામાં કાચની બનેલી કોઈ વસ્તુ રાખો.
અંક 5- જે કોઈ પણ વ્યક્તિ 5ના મૂળાંક ધરાવે છે તેમને ઉત્તર દિશામાં કુબેરની મૂર્તિ રાખવી જોઈએ.
અંક 6- જે લોકોના મૂળાંક 6 હોય છે, તેવા લોકો મકાનના દક્ષિણ-પૂર્વ દિશામાં મોર પીંછ રાખે.
અંક 7- જે લોકો મૂળાંક 7 ધરાવે છે, તેઓએ તેમના ઘરમાં રુદ્રાક્ષ માળા રાખવી જોઈએ. આ દિશાના સ્વામી ગુરુ છે.
અંક 8- મૂળાંક 8 શનિ સાથે સંલગ્ન છે. 8 મૂળાંક ધરાવતા જાતકોને ઘરના પશ્ચિમ બાજુમાં કાળા રંગના કિસ્ટલ રાખવું જોઇએ તે શુભ હોય છે.
અંક 9 – મૂળાંક 9 મંગળ સાથે સંબંધિત છે. નસીબનું સાથ મેળવવા માટે ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ મૂકો.