તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો ક્રિસમસ ટ્રી - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો ક્રિસમસ ટ્રી

તમે પણ ઘરે આ રીતે બનાવી શકો છો ક્રિસમસ ટ્રી

 | 1:21 pm IST

વર્ષના છેલ્લા સપ્તાહમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે બધી જગ્યાએ સુંદર લાઈટિંગ કરવામાં આવે છે અને પાર્ટીનો માહોલ હોય છે.
ઘર હોય કે રેસ્ટોરન્ટ બધી જગ્યાએ સુંદર રીતે ડેકારેશન કરવામાં આવે છે પરંતુ બધી જગ્યાએ એક ખાસ વસ્તુ જોવા મળતી હોય તો તે છે ક્રિસમસ ટ્રી.
તેના સિવાય ક્રિસમસનો તહેવાર અધુરો લાગે છે. તમે સાદી રીતે પણ ક્રિસમસ ટ્રી બનાવીને આ દિવસે સ્પેશિયલ બનાવી શકો છો. આજે જણાવીશું કે તમે
પણ આ રીતે ક્રિસમસ ટ્રી બનાવી શકો છો.

1. બુક ટ્રી ( Book tree) :

ઘરમાં બહુ બધી બુક પડી હોય તો તેનો ઉપયોગ કરીને તમે ક્રિસમસ ટ્રી બનાવવા માટે કરી શકો છો. બુક રાખતા હોય તે કબાટને તમે ટ્રીનો શેપ આપીને
તમે તેને સુંદર લાઈટિંગથી ડેકારેટ કરી શકો છો. તેના ઉપર સ્ટાર લગાવીને ટ્રીને પરફેકટ લુક આપી શકો છો.

2. ગોલ્ડ ટ્રી (Gold tree) : 

તહેવારમાં લાઈટિંગવાળું ડેકોરેશન વઘારે સારું લાગે છે. ટ્રીને તમે ગ્રીન કલરની જગ્યાએ ગોલ્ડ થીમની સાથે પણ ડેકારેટ કરી શકો છો.

3. પેસ્ટલ ટ્રી (Pastel tree) :

આજકાલ લોકો પેસ્ટલ કલરને વધારે પસંદ કરે છે. જો તમે અલગ રીતે ડેકારેશન કરવા માંગતા હોય તો લાઈટ કલરનો ઉપયોગ કરીને ડેકોરેશન કરી
શકો છો.

4. વોલ ટ્રી ( Wall tree) :

બજારની જગ્યાએ તમે પોતાના હાથથી કઈંક બનાવવા માંગતા હોય તો તમે દિવાલ પર ક્રિસમસ ટ્રી બનાવી શકો છો. તેનાથી તમને કઈંક નવું શિખવા
મલશે અને પોતાની ક્રિએટીવિટી પણ લોકોને બતાવી શકો છો. તેમજ વાઈટ કલરનું ટ્રી પણ બહુ સુંદર દેખાય છે.