can do this remedy in Bed time to convert good luck
  • Home
  • Astrology
  • ફક્ત 1 રૂપિયાનો સિક્કો બદલી નાખશે તમારૂ ભાગ્ય, જાણો કેવી રીતે

ફક્ત 1 રૂપિયાનો સિક્કો બદલી નાખશે તમારૂ ભાગ્ય, જાણો કેવી રીતે

 | 3:36 pm IST

દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ પરેશાની જરૂર આવે છે. હંમેશા એવુ જોઈ શકાય છે કે કોઈને કોઈ કારણસર માનસિક તનાવનો સામનો કરવો પડે છે. દરેકની ઇચ્છા હોય કે તેની પ્રગતિ થાય અને તેની કિસ્મતનું પાંદડુ ખુલી જાય તેમજ ભાગ્યોદય થાય. જો તમે પણ આવું જ કંઇ ઇચ્છી રહ્યા હો તો આ ઉપાય છે ખાસ તમારા માટે જે છે ખાસ તમારા માટે.

ઘરમાં રહેલ કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈને કોઈ રોગથી પરેશાન હોય તમે દવાખાનાના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા હો તો આ ઉપાય છે ખાસ તમારા માટે. ઈલાજ કરાવ્યા પછી પણ તબીયત સુધરતી ન હોય આ સમયે એક રૂપિયાનો આ ઉપાય છે ખાસ તમારા માટે. જો તમે આ ઉપાય અજમાવશો તો ગમે તેવી બીમારી હશે તેનાથી બચી જશો.

જો તમે સ્વસ્થ જીવન શૈલી વ્યતીત કરવા માંગો છો તો તમે રાત્રે સુતા પહેલા 1 રૂપિયાનો સિક્કો તકીયાની નીચે રાખીને સુઈ જાવ બીજા દિવસે સવારે ઉઠીને આને સ્મશામ ઘાટમાં રાખી આઓ. આ ઉપાય કરશો તો તમારી તબિયત સુધરી જશે.

પરિવારમાં કોઈ બાળકને નજર લાગી ગઈ હોય તો કે પછી પરિવારમાં રહેલું બાળક હંમેશા રોતુ રહેતુ હોય તો તેમજ બાળક અચાનક જ દૂધ પીવાનું બંધ કરી દે તો આવી સ્થિતિમાં એક રૂપિયાનું મરચુ ખરીદી તેની નજર ઉતારો, આનાથી ગમે તેવી નજર લાગી હશે ઉતરી જશે.

કિસ્મતનો પૂરો સાથ ઈચ્છી રહ્યા હો તો એક રૂપિયાનો સિક્કો અને દર્ભ ઓશિકા નીચે રાખીને સુઈ જાવ સવારે તે જ સિક્કો અને દર્ભને ભગવાન ભોલેનાથને અર્પણ કરો. આ ઉપાય કરવાથી તમારી ખરાબ કિસ્મત દૂર થઈ જશે. અને શિવજીના આશિર્વાદથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે. આ તમામ ઉપાય કરતા પહેલા આ વાત ધ્યાનમાં રાખો કે ભગવાન ભોલેનાથની કૃપા મેળવવા આ ઉપાય સોમવારે કરશો તો વધારે ફળ આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન