Discount at petrol pump by casting your vote you can get
  • Home
  • Business
  • મતદાન કરશો તો મફતમાં મળશે પેટ્રોલ-ડીઝલ, ક્લિક કરીને જાણો કેટલા રૂપિયાનું

મતદાન કરશો તો મફતમાં મળશે પેટ્રોલ-ડીઝલ, ક્લિક કરીને જાણો કેટલા રૂપિયાનું

 | 9:38 am IST

ચૂંટણી નજીક આવી રહી છે અને સૌ કોઈ પોતાની રીતે મતદાતાઓને મતદાન કરવાં માટે જાગૃત કરી રહ્યા છે. હવે મતદાતાઓને જાગૃત કરવાં પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ આ અભિયાનમાં આગળ આવ્યુ છે. આ માટે તેણે મતદાન કરવાં માટે પ્રોત્સાહિત કરવા ઈંધણ પણ ભારે છૂટનું એલાન કર્યુ છે. હવે મતદાનના દિવસે જો તમે તમારો મત આપીને પેટ્રોલ પુરાવા જશો તો તમને ઇંધણ પર 50 પૈસાની એક લીટરે છુટ આપવામાં આવશે. તમને ઇંધણ પર મતદાન કર્યા બાદ લીટરે 50 પૈસાનું પેટ્રોલ ‘મફત’ મળશે

ઓલ ઈંડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (AIPDA) તરફથી એક નિવેદન આપવામાં આવ્યુ છે. અમે મતદાતાઓ વચ્ચે વોટિંગ માટે વધારેને વધારે જાગૃતતા આવે એ માટે ‘પ્રમોટ વોટિંગ’ અભિયાન શરૂ કરી રહ્યા છીએ. જેના અભિયાનના ભાગ રૂપે મતદાન કરનારાઓને લીટરે 50 પૈસાની છુટ આપીશું. આ ઓફરનો લાભ પેટ્રોલ પંપો પર સવારે 8 કલાકથી રાતના 8 કલાક સુધી મળશે. ફાયદો મેળવવા ગ્રાહકોએ પોતાની આંગળી પર વોટિંગનું નિશાન બતાવવું જરૂરી છે.

AIPDAના અધ્યક્ષ અજય બંસલે કહ્યુ કે એક ગ્રાહકને વોટિંગના દિવસે વધારેમાં વધારે 20 લીટર ઈંધણ પર છુટ મળશે. તેમણે જણાવ્યુ કે આશા છે કે એસોસિએશનના 58,000 ડીલર સભ્યો ઓછામાં ઓછા 90 ટકા અભિયાનનો ભાગ બનશે. બંસલે જણાવ્યું કે આ સબસિડીનો બોઝ ઇંધણ કંપનીઓ નહી પણ તેના ડીલર્સ ઉઠાવશે.

પેટ્રોલ પંપો પર હાજર સ્ટાફ પણ પેમ્ફલેટ અને બીજી પ્રચાર સામગ્રી સાથે ગ્રાહકોને મતદાન કરવાં જાગૃત કરશે. આપને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી 11 એપ્રિલથી 19 મે સુધી 7 ચરણમાં યોજાવાની છે. આ ચૂંટણીમાં 90 કરોડ લોકો મતદાન કરી પોતાની પવિત્ર ફરજ નિભાવશે.

દેશભરમાં 64,000 પેટ્રોલ પંપ છે જેમાં લગભગ એક ચતુર્થાંશ ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે. 90 ટકા પેટ્રોલ પંપો પર સંચાલન સરકારી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન