જીમ કે યોગા નહી, આ રીતે ચાલશો તો રહેશો ફિટ, બીમારીઓ ભાગશે દૂર - Sandesh
  • Home
  • Lifestyle
  • જીમ કે યોગા નહી, આ રીતે ચાલશો તો રહેશો ફિટ, બીમારીઓ ભાગશે દૂર

જીમ કે યોગા નહી, આ રીતે ચાલશો તો રહેશો ફિટ, બીમારીઓ ભાગશે દૂર

 | 2:57 pm IST

જો જીમ ગયા વગર અથવા કસરત કર્યા વગર ફિટ રહેવા માંગતા હો તો ઝડપીથી ચાલવાનું શરૂ કરો. ઝડપથી ચાલવાથી ના ફક્ત તમે ફિટ રહેશો પરંતુ હ્રદય સંબંધિત બીમારીઓથી પણ ખતરો ઓછો થશે. એક રિસર્ચ પ્રમાણે સરેરાશ ઝડપથી ચાલવાથી હ્રદય સંબંધિત બીમારીથી થતા મૃત્યુદરમાં 21 ટકાનો ઘટાડો થાય છે, જ્યારે ઝડપથી ચાલનારા લોકોમાં હ્રદય સંબંધિત બીમારીઓમાં 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

સિડની વિશ્વવિદ્યાલયનાં ચાર્લ્સ પરકિંસ સેંટર અને સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થનાં પ્રોફેસર એમાનુએલ સ્ટામાટેકિસે કહ્યું કે, “પરિણામ પર સેક્સ અથવા બૉડી માંસ ઇન્ડેક્સ પર પ્રભાવ નથી દેખાતો, સરેરાશ ઝડપ અથવા ઝડપી ચાલવાથી મૃત્યુદરનાં ખતરામાં ઘટાડો કરી શકાય છે. જો કે એવો કોઇ પુરાવો નથી કે ઝડપી ચાલવાથી કેન્સરનાં મૃત્યુદરમાં ઘટાડો થાય છે.”

તેમણે કહ્યું કે, “ઝડપી ગતિ સામાન્ય રીતે 5થી 7 કિલોમીટર પ્રતિ કલાક હોય છે, પરંતુ આ હકીકતમાં ચાલનારાની ફિટનેસ પર આધાર રાખે છે.”