હવે એક જ મોબાઈલ નંબરથી બની જશે સમગ્ર પરિવારનું ATM જેવું PVC આધાર કાર્ડ, જાણો કેવી રીતે?

જો તમે પણ ATM કાર્ડની જેમ પોતાનું આધાર કાર્ડ મેળવવા માગો છો તો હવે એક જ મોબાઈલ નંબરથી સમગ્ર પરિવારનું આધાર કાર્ડ બની શકે છે. જો તમારા આધારથી મોબાઈલ નંબર લિંક નથી ત્યારે પણ નવું PVC આધાર કાર્ડ (Aadhaar PVC Card)તમારા ઘર સુધી પહોંચી જશે. ગત વર્ષે UIDAIએ ઓક્ટોબરમાં પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) કાર્ડ લોન્ચ કર્યું હતું. તે ATM કાર્ડની જેમ દેખાઈ છે. હવે UIDAIએ એક નવી સુવિધા શરૂ કરી છે. UIDAI ટ્વીટ કરીને કહ્યું છે કે, તમે તમારા આધારમાં રજિસ્ટર મોબાઈલ નંબરની ચિંતા કર્યા વગર કોઈ વેરિફિકેશન વગર જો કોઈપણ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને OTP મંગાવી શકો છે. એક વ્યક્તિ સમગ્ર પરિવાર માટે આધાર PVC ઓનલાઈન ઓર્ડર કરી શકે છે.
#OrderAadhaarPVC
You can use any mobile number to receive OTP for authentication, regardless of the registered mobile number in your Aadhaar. One person can order Aadhaar PVC card online for the whole family.
Follow the link https://t.co/TVsl6Xh1cX to order now. #AadhaarPVCcard pic.twitter.com/KPmWKKVLYv— Aadhaar (@UIDAI) January 12, 2021
આ રીતે કરી શકશો ઓર્ડર
હાલના નિયમો મુજબ આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ OTP મોકલવાની વ્યવસ્થા છે. પણ UIDAIએ હવે રજિસ્ટર વગરના મોબાઈલ નંબર પર OTP સુવિધા આપી છે. તેવામાં પરિવારના અન્ય કોઈ સભ્યોના PVC કાર્ડ માટે ઓર્ડર આપી શકાય છે. રજિસ્ટર વગરના નંબર પર આધાર પ્રિવ્યુની સુવિધા મળશે નહીં. જ્યારે રજિસ્ટર્ડ મોબાઈલ પર આ સુવિધા મળે છે.
ATM કાર્ડની જેમ છે નવું આધાર
આધાર PVC કાર્ડ પૂરી રીતે વેધર પ્રૂફ, શાનદાર પ્રિંટ અને લેમિનેટેડ છે. હવે તેને તમે ગમે તે જગ્યાએ લઈ જઈ શકો છે. વરસાદમાં પણ તેને નુકસાન થશે નહીં. પીવીસી આધાર કાર્ડ ઓનલાઈન મંગાવી શકાય છે. આ પ્લાસ્ટિક કાર્ડ ટિકાઉ છે અને લેટેસ્ટ સિક્યોરિટી ફીચર્સથી લેસ છે. તેમાં હોલોગ્રામ, ગિલોચ પેટર્ન, ઘોસ્ટ ઈમેજ અને માઈક્રોટેક્સ્ટ હશે. નવું પીવીસી આધાર કાર્ડ ફક્ત 50 રૂપિયાની ફીસ આપીને મંગાવી શકાય છે.
#OrderAadhaarPVC
You can now order all new Aadhaar PVC card, which is durable, looks attractive, and has latest security features. Its security features include a hologram, Guilloche Pattern, ghost image & Microtext. To order, click https://t.co/TVsl6Xh1cX #OrderAadhaarOnline pic.twitter.com/eIOktbdHwZ— Aadhaar (@UIDAI) January 8, 2021
ઘરે બેઠાં આધાર પીવીસી કાર્ડ બનાવવાની પ્રક્રિયાઃ
– UIDAIની વેબસાઈટ પર જાઓ
– અહીં માય આધાર સેક્શનમાં પીવીસી કાર્ડ પર ક્લિક કરો
– આધારનો 12 ડિજિટનો નંબર કે 16 ડિજિટનું વર્ચ્યુઅલ આઈડી અથવા 28 ડિજિટનો આધાર એનરોલમેન્ટ આઈડી નાખો
– સિક્યોરિટી કોડ કે કેપ્ચા ભરો અને ઓટીપી માટે સેન્ડ ઓટીપી પર ક્લિક કરો
– મોબાઈલમાં આવેલ ઓટીપીને ખાલી જગ્યામાં એન્ટર કરો અને સબમિટ કરો
– હવે આધાર પીવીસી કાર્ડનું પ્રિવ્યુ જોવા મળશે
– હવે પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી 50 રૂપિયા ફી જમા કરાવવી પડશે
– આ પ્રોસેસ પૂરી થયા બાદ 5 દિવસની અંદર પીવીસી આધાર કાર્ડ સ્પીડ પોસ્ટ મારફતે ઘરે આવી જશે.
આ વીડિયો પણ જુઓઃ રાજકોટ-ભાવનગર હાઈવે પર ચક્કાજામ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન