you can use google maps offline on android and ios
  • Home
  • Technology
  • ઇન્ટરનેટ વગર પણ Google Maps પર જોઇ શકાશે રસ્તાઓ, જાણો કઇ રીતે

ઇન્ટરનેટ વગર પણ Google Maps પર જોઇ શકાશે રસ્તાઓ, જાણો કઇ રીતે

 | 4:21 pm IST

જો તમે કોઈ અજાણ્યા સ્થળ પર ફરવા જઇ રહ્યાં છો તો Google Maps તમારી ખૂબ જ મદદ કરી શકે છે. Google Mapsથી તમને રસ્તાઓની માહિતી સરળતાથી મળી જાય છે. જોકે જરૂરી નથી કે તમે જે જગ્યાએ ફરવા ગયા હોવ તે જગ્યાએ ઇન્ટરનેટ કનેક્શન સ્માર્ટફોનામાં પકડાયા કરે. જેનાથી તમે Google Maps જોઇ શકતા નથી. પણ હવે આ એપ્લિકેશનમાં ઓફલાઇન મેપનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણ એરિયાનો મેપ ડાઉનલોડ કરી શકો છો. આથી તમે ઇન્ટરનેટ વગર રસ્તાઓ પણ શોધી શકો છો. આ રીતે કરો ડાઉનલોડ કરો ઓફલાઇન Google Maps.

સૌ પ્રથમ તમારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ગૂગલ મેપ્સ ઓપન કરો. ત્યારબાદ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને સાઇન ઇન કરો. હવે જ્યાં તમારે જવાનું તે સ્થળનો રસ્તો સર્ચ કરો. ત્યારબાદ ડાઉનલોડ ઓફલાઇન મેપ પર ટેપ કરો. તેનાથી તમારા ફોનમાં ઓફલાઇન મેપ ડાઉનલોડ થશે. iOSમાં આ રીતે ઓફલાઇન મેપ ડાઉનલોડ કરી શકાય છે. સૌથી પહેલા તમારા આઇફોન અથવા આઈપેડ પર ગૂગલ મેપ્સ ઓપન કરો. ત્યારબાદ ઇન્ટરનેટની મદદથી સાઇન-ઇન કરો. હવે તમારે જ્યાં જવાનું છે તે સ્થળ સર્ચ કરો. ત્યારબાદ સૌથી નીચે જગ્યાનું નામ દાખલ કરો અને વધુ પર ટેપ કરો. ત્યારબાદ ડાઉનલોડ ઑફલાઇન મેપ પર ટેપ કરો. તમે ઓફલાઇન હોવા છતા પણ મેપનો
ઉપયોગ કરી શકશો.

ગૂગલે તાજેતરમાં નકશામાં એક નવું ફીચર ઉમેર્યું હતુ, જેનાથી યૂઝર્સ અનેક મ્યૂઝિક એપ્સને નિયંત્રિત કરી શકે. તેનાથી તમે Google નકશાનો ઉપયોગ કરવાની સાથે મ્યૂઝિક પણ સાંભળી શકો છો. આ ફીચરના ઉપયોગ માટે Google Maps નું 10.9.2 વર્ઝન અથવા તેનાથી ઉપરનું વર્ઝન ઇન્સ્ટોલ કરવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન