જાણો, દુનિયાના આ દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ચલાવી શકાય છે કાર - Sandesh
  • Home
  • World
  • જાણો, દુનિયાના આ દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ચલાવી શકાય છે કાર

જાણો, દુનિયાના આ દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે ચલાવી શકાય છે કાર

 | 3:34 pm IST

જો તમે વિદેશમાં પણ કાર ચલાવા માંગતા હો તો દુનિયાના કેટલાંય એવા દેશ છે જ્યાં ભારતીય લાઇસન્સની સાથે ગાડી ચલાવી શકાય છે. તેના માટે તમને સૌથી પહેલાં ડ્રાઇવિંગ આવડવું જોઇએ. ખાસ કરીને એ દેશો માટે અહીં સ્ટીયરિંગ ભારતની જેવું હોવું નહીં તેનાથી ઉલટી દિશામાં છે. આવો અમે તમને જણાવીએ દુનિયાના 7 દેશો અંગે જ્યાં તમે જાતે જ ગાડી ચલાવીને આખી દુનિયામાં ફરી શકો છો.

1. અમેરિકા: અહીં તમે તમારા ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા એક વર્ષ સુધી ગાડી ચલાવી શકો છો, તેના માટે તમારું લાઇસન્સ માન્યતા પ્રાપ્ત અને અંગ્રેજીમાં બનાવેલું હોવું જોઇએ. જો તે અંગ્રેજીમાં નહીં હોય અથવા તો માન્યતા પ્રાપ્ત નહીં હોય તો તમે ઇન્ટરનેશનલ લાઇસન્સથી ગાડી ચલાવી શકો છો. આ સિવાય તમને એક ફોર્મ I-94ની કોપીની પણ જરૂર પડશે, જેમાં અમેરિકામાં તમારા આવવાની તારીખ લખવી પડશે.
કેટલું છે દૂર: ભારતથી અમેરિકા 13568 કિલોમીટર

2. જર્મની: જર્મની ફરવા જનાર લોકો અહીં 6 મહિના સુધી ઇન્ડિયન ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા ગાડી ચલાવી શકે છે. અહીં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડતી નથી. અહીં જ્યારે પણ ગાડી ચલાવો ત્યારે લાઇસન્સ સાથે જ રાખો.
કેટલું છે દૂર: ભારતથી જર્મની 6,748 કિલોમીટર દૂર

3. સાઉથ આફ્રિકા: અમેરિકા જ નહીં સાઉથ આફ્રિકામાં ગાડી ચલાવા માટે તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સની માન્યતા અને અંગ્રેજીમાં હોવું જોઇએ. કારણ કે ગાડી રેન્ટ પર લેવા માટે તમારી પાસે લાઇસન્સ દેખાડવું પડશે. સાથો સાથ તમારા લાઇસન્સ પર પોટો અને સિગ્નેચર હોવા જરૂરી છે.
કેટલું છે દૂર: ભારતથી આફ્રિકા 8250 કિલોમીટર દૂર

4. સ્વિટરઝરલેન્ડ: સુંદર પર્વતમાળાઓથી ઢંકાયેલા પર્વતો, નદીઓથી આ શહેરમાં પણ તમે ડ્રાઇવિંગની મજા માણી શકો છો. અહીં તમે ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા એક વર્ષ સુધી ગાડી ચલાવી શકે છે.
કેટલું છે દૂર: ભારતથી સ્વિટ્ઝરલેન્ડ 6902 કિલોમીટર દૂર

5. નૉર્વે: બાકી શહેરોની જેમ અહીં તમે માત્ર 3 મહિના માટે જ ગાડી ચલાવાની મંજૂરી મળે છે.
કેટલું છે દૂર: ભારતથી નૉર્વે 6957 કિલોમીટર દૂર

6. ન્યૂઝીલેન્ડ: અહીં ગાડી ચલાવા માટે 21 વર્ષ ફરજીયાત છે. આ સિવાય તમારું લાઇસન્સ અંગ્રેજીમાં હોવું જોઇએ, જો અંગ્રેજીમાં લાઇસન્સ નહીં હોય તો ન્યૂઝીલેન્ડ સરકાર પાસે તેને અંગ્રેજીમાં કરાવું પડશે.
કેટલું છે દૂર: ભારતથી ન્યૂઝીલેન્ડ 11963 કિલોમીટર દૂર

7. ઑસ્ટ્રેલિયા: ન્યૂ સાઉથ વેલ્સ, ક્વીનલેન્ડ, અને સાઉથ ઓસ્ટ્રેલિયામાં તમામ જગ્યાએ તમારું ઇન્ડિયન લાઇસન્સ માન્યતા પ્રાપ્ત હશે. પરંતુ ઉત્તરી ઑસ્ટ્રેલિયામાં માત્ર ત્રણ મહિના જ ગાડી ચલાવાની તક મળશે.
કેટલું છે દૂર: ભારતથી ઑસ્ટ્રેલિયા 7809 કિલોમીટર દૂર

8. ફ્રાન્સ: અહીં તમે આખું વર્ષ ભારતીય લાઇસન્સની સાથે ગાડી દોડાવી શકો છો. બસ આ લાઇસન્સની ફ્રેન્ચ કોપી તમારે તમારી પાસે રાખવી પડશે.
કેટલું છે દૂર: ભારતથી ફ્રાન્સ 7364 કિલોમીટર દૂર