you-have-never-seen-such-a-friendship-between-humans-and-crocodiles
  • Home
  • Featured
  • ફેન્ડશિપ-ડે: માણસ અને મગરો વચ્ચેની આવી મિત્રતા તમે ક્યારેય જોઈ નહીં હોય

ફેન્ડશિપ-ડે: માણસ અને મગરો વચ્ચેની આવી મિત્રતા તમે ક્યારેય જોઈ નહીં હોય

 | 11:26 am IST

મગરનુ નામ સાંભણતા જ એક વિકરાળ જડબાવાળા પ્રાણીની છબી આપણા માનસમા અંકિત થાય. પણ આણંદ જીલ્લાનુ મલાતજ ગામ જયાં મગરો અને માનવ વચ્ચેનુ સહ અસ્તિત્વ દાયકાઓથી ચાલતુ આવે છે. મલાતજના તળાવમાં 50 થી વધારે મગર વસવાટ કરે છે. ખાસ કરીને ચોમાસા અને શિયાળા દરમિયાન મગર ગામમાં ઘુસી જાય છે.

પરંતુ નવાઈ પમાડે તેવી વાત એ છે કે ગામની નજીક જ ભયાવહ 50 મગરો વસતા હોવા છતા આજ દિન સુધી મગર દ્વારા કોઈ પણ ગ્રામજન પર કોઈ હુમલો કરાયો નથી. ગ્રામજનો અને મગર ભયમૂકત રીતે એકબીજા સાથે વસી રહ્યા છે.રાજા ફતેસિંહ ગાયકવાડ આ તળાવમાં મગરના શિકાર માટે આવતા હતા.

હાલ આ તળાવ ગુજરાત રાજ્ય વનવિભાગના તાબા હેઠળ છે. ગામમા દયા ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. જે મગર જયારે ગામમા આવી ચડે ત્યારે મગરનુ સુરક્ષિત રેસ્કયુ કરી તેને ફરી તળાવમાં છોડી દે છે.