you-have-never-seen-such-a-horrible-way-of-proposing-a-girl
  • Home
  • Videos
  • Featured Videos
  • છોકરીને પ્રપોઝ કરવાની આવી ભયાનક રીત તમે ક્યારેય નઈ જોઈ હોય: Video

છોકરીને પ્રપોઝ કરવાની આવી ભયાનક રીત તમે ક્યારેય નઈ જોઈ હોય: Video

 | 11:43 pm IST

રોમાનિયાના એક વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા એવો રસ્તો અપનાવ્યો છે જે કોઈને પણ હેરાન કરી શકે છે.

વ્લાદ લુંગૂ અને તેની ગર્લફ્રેન્ડ એલેક્ઝેંડ્રા મધ્ય રોમાનિયામાં બ્રાસોવ શહેરમાં ફરવા માટે લોંગ ડ્રાઈવ પર નિકળ્યા હતા. અચાનક કારની સામે માસ્ક પહેર્યા કેટલાક લોકો તેમની કારને રોકે છે અને કારમાંથી નીકળે છે. તેઓ પોતાની જાતને પોલીસ કહીન એલેક્ઝેંડ્રાને કારની બહાર ખેંચીને ધક્કો મારીને જમીન પર પાડી દે છે.

માસ્કવાળા એક માણસે એલેક્ઝેંડ્રાને પૂછે છે કે શું તમે આ વ્યક્તિને જાણો છો? શું તમે જાણો છો કે તેની કારમાં શું છે? એલેક્ઝેંડ્રા સમજી શકતી નથી કે તેની સાથે શું ચાલે છે. તે માણસ તેની કારની પાછળ એલેક્ઝેંડ્રાને લઈ જાય છે, જ્યાં વ્લાદ ઘૂંટણે બેસીને હાથમાં રિંગ પકડીને બેઠો હતો.

એલેક્ઝેંડ્રા જોઈને સમજી જાય છે કે આ બધુ નાટક હતું. તે તરત જ વ્લાદને ગળે મળે છે અને આંખોમાં આંસૂ સાથે તેને હા પાડી દે છે.