these symptoms before maa laxmi coming to your home
  • Home
  • Astrology
  • ઘરમાં મા લક્ષ્મીના આવતા પહેલા થાય છે આવા સંકેત, તમે પણ જાણીલો

ઘરમાં મા લક્ષ્મીના આવતા પહેલા થાય છે આવા સંકેત, તમે પણ જાણીલો

 | 11:14 am IST

હિન્દુ ધર્મમાં વિભિન્ન ગ્રંથો અને પુરાણોમાં દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી કહેવામાં આવે છે. વિષ્ણુ પુરાણમાં એક કથાનો ઉલ્લેખ આવે છે એકવાર દેવી લક્ષ્મીજી રિસાઈને વૈકુંઠ ચાલ્યા જાય છે. દેવી લક્ષ્મીના ચાલ્યા જવાથી દેવલોકમાં અંધારૂ ફેલાય જાય છે. દેવતાઓના ચહેરાઓ નિસ્તેજ થઈ જાય છે. આવા કેટલાય અશુભ લક્ષણો દેખાવા લાગે છે . જ્યારે સમુદ્ર મંથનથી દેવી લક્ષ્મી ફરીથી પ્રગટ થાય છે ત્યારે કેટલાયે શુભ ફળ દેખાવા લાગે છે. આજ રીતે જ્યારે દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે તો તેના શુભ સંકેતો દેખાવા લાગે છે. આજે આપણે જાણીશુ આવાજ શુભ સંકેતો અંગે.

જો દેખાય આ જીવતો…

ઘુવડને મા લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. આ દેખાય તો તેને શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ પક્ષી ઘરની આસપાસ દેખાતુ નથી, જો અચાનક જ દેખાવા લાગે તો સમજી લેવુ કે માતાની કૃપા ઉતરી રહી છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે.

ખાવા-પીવાની રૂચિ અચાનક બદલાઈ જાય

દેવી લક્ષ્મીનું જ્યારે ઘરમાં આગમન થાય છે ઘરના લોકોની ખાવા-પીવાની આદતોમાં ફેરફાર થવા લાગે છે. લોકોને ભૂખ ઓછી લાગવા લાગે છે થોડુ જમે તરતજ તૃપ્ત થઈ જવાય છે. અતિ આહારને દરિદ્રતાની નિશાની માનવામાં આવે છે. જેને દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ માનવામાં આવે છે. લક્ષ્મી દેવીની કૃપા ઉતરે તો મનમાં ભક્તિનો ભાવ જાગે છે અને શ્રી વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા વધી જાય છે.

અચાનક થવા લાગે આ આભાસ

જ્યારે દેવી લક્ષ્મીજીની કૃપા ઉતરે છે તે ઘરના લોકોનો વ્યવહાર બદલાવા લાગે છે. મતભેદ દૂર થાય છે રાગ દ્વૈષ, અહંકારની ભાવના ઓછી થાય છે. પરિવારમાં પ્રેમ લાગણી વધવા લાગે છે. જ્યારે જ્યારે એવો આભાસ થાય કે ઘરમાં ખુબજ શાંતિ છે સમજી લો કે લક્ષ્મીજીની કૃપા ઉતરી રહી છે તમારા પર.

ઘરની બહાર દેખાય જો આવુ…

મા લક્ષ્મીને ઘરમાં સાફ સફાઈ ખુબજ ગમે છે તેમને સાવરણી ખુબજ પ્રિય છે. જો તમે સવારે ક્યાંક જવા નિકળો છો અને ઘરની બહાર સાવરણીથી કચરો વળાતો દેખાય તો સમજી લેવું કે માની કૃપા ઉતરી રહી છે તમારા પર. માતા લક્ષ્મી તમારી મનોકામના પૂર્ણ કરશે.

સવારે ઉઠતી વખતે થાય આવુ

જો સવારે ઉઠતાવેત તમારા કાનમાં શંખનાદ થાય તો સમજી લેવુ કે થોડા સમયમાં તમારા પર ભગવાનની કૃપા ઉતરવાની છે અને તમારા ઘરની કાયાપલટ થવાની છે.

શેરડી છે ખુબજ પ્રિય

શેરડીના રસને ગણેશજીને ધરાવી તેનો પ્રસાદ લેવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ વ્યક્તિ તમારા ઘરમાં શેરડી લઈને આવે અથવા તમને શેરડી ખાવાની ઈચ્છા થાય તો આ ધન આવવાના સંકેત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન