તને મારા પર ભરોસો નંઇ કે? - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS

તને મારા પર ભરોસો નંઇ કે?

 | 4:34 am IST

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘ના, …. બિલકુલ નહિ.’

‘તું મારી વાત તો….!’

‘ના…ના….ના…’

‘તને મારા પર ભરોસો નંઈ કે ?’

‘ભરોસો છે, પણ વાત એ નથી.’

‘તો…. કઈ છે ?’

‘ના… હું એવા કપડાં નહિ પહેરું.’

‘તને મારા પર વિશ્વાસ નથી ?’

‘તું નઈ આવે તો મારા સમ…’

ધન્વી એક સામાન્ય કુટુંબમાંથી આવતી છોકરી. ધ્વનિત પૈસાદાર બાપનો એકનો એક દીકરો. થર્ટી ફ્સ્ટની ઉજવણી માટે રાત્રે સાડા અગિયારે મળવાની વાત માટે બંને વચ્ચે રકઝક ચાલતી હતી. ધ્વનિતના મિત્રોએ એક ફર્મહાઉસ પર થર્ટીફ્સ્ટ સેલિબ્રેશન પાર્ટી રાખી હતી. શરૂઆતમાં આગ્રહ અને છેવટે હઠાગ્રહ. ધ્વનીતે જીદ પકડી હતી. પરંતુ ધન્વી વિચારોથી સ્પષ્ટ હતી. મક્કમ હતી. પરંતુ તેને એકમાત્ર ફ્રેન્ડશિપની ચિંતા હતી.

‘આપણે દિવસે મળીએ તો ?’ ધન્વીએ કહ્યું.?

ઉજવણી રાત્રે જ હોય.’ ધ્વનિતે ખુલાસો કર્યો.

‘શરીરના અંગો દેખાય તેવા કપડાં હું નહિ પહેરું અને અડધી રાતની કોઈ પાર્ટીમાં હું નહિ આવું.’ધન્વીએ સ્પષ્ટતા કરી.

ધ્વનીત તેનો બાળપણનો મિત્ર હતો. તેની ખૂબ કાળજી રાખતો હતો. વિશ્વાસ પણ હતો. પરંતુ ધન્વીના કૌટુંબિક સંસ્કારો કેટલીક બાબતો માટે આડે આવતા હતા. ધન્વી ખૂબજ રૂપાળી અને આજના ફેશનયુગની આધુનિક યુવતી હતી. તેને ઉજવણીમાં રસ હતો પણ કેટલીક બાબતો માટે તેની ના હતી.

કોલેજમાં ધ્વનિત સાથે જવા-આવવાનું બનતંુ. બંને વચ્ચે ગાઢ ફ્રેન્ડશિપ હતી. બંને એકબીજાના ઘરે પણ જતા આવતા હતા. તેમ છતાં ધન્વીએ ના પાડી દીધી હતી. આ બનાવ પછી કદાચ ફ્રેન્ડશિપ નહિ ટકે તે પણ નકકી હતું. કારણ ધ્વનિતના બધાજ ફ્રેન્ડઝ ત્યાં આવવાના હતા અને ધ્વનિતે પ્રોમિસ કર્યું હતું.

‘ધન્વી પ્લીઝ,- મેં મિત્રોને પ્રોમિસ કર્યું છે.’

‘મેં મારા મમ્મી-પપ્પાને પ્રોમિસ કર્યું છે.’ ધન્વીએ બ્રહ્માસ્ત્ર છોડયું. આ સાંભળીને ધ્વનિતે ગુસ્સામાં ગાડી પાછી વાળી લીધી. રાત આખી ધન્વીએ ટીવી પર કુટુંબ સાથે નવા વર્ષના કાર્યક્રમો જોયા. નવા વર્ષની વહેલી સવારે ધન્વી તૈયાર થઈને સીધી જ ધ્વનિતના ઘરે પહોંચી ગઈ. ‘આવ બેટા’, ધ્વનિતની મમ્મીએ આવકાર આપ્યો. ધ્વનિત તેના બેડરૂમમાંથી આંખો ચોળતો બહાર આવ્યો હતો. ધન્વીએ પૂછયું, કેમ તુંું પાર્ટીમાં ન ગયો ? ધ્વનિતની આંખો શરમથી ઝૂકી ગઈ. તે બોલ્યો, “આઈ એમ સોરી, ધન્વી. તે ઠીક કર્યું. સારું થયું આપણે ફર્મહાઉસ પાર્ટીમાં ન ગયા. ફર્મહાઉસ પર મોડી રાત્રે ૫ોલીસની રેડ પડી હતી.”

સંસ્કારી કુટુંબોમાં ફેશનને સ્થાન છે, પરંતુ તેની મર્યાદા નક્કી હોય છે. સંસ્કારી કુટુંબની દીકરીઓ ગમે તે ઉજવણી હોય, તો પણ અડધી રાતે એકલી ઘરની બહાર જઈ, છેક સવારે ઘરે આવે તેવું લગભગ બનતંુ નથી. દરેક ઉજવણીનું ચોકકસ આયોજન હોય, સમયની પાબંદી હોય અને ફેશનેબલ કપડાંની મર્યાદા હોય !

મા-બાપ હંમેશાં પોતાના સંતાનોને સારા સંસ્કાર આપવાનો પ્રયત્ન કરતાં હોય, પરંતુ આ યુગમાં ફેશન અને અંગપ્રદર્શન વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ .

ટેકનોલોજી અને પૃાત્યના અનુકરણમાં દારૂ-જુગાર અને ડાન્સની મહેફ્લિ ને પાર્ટી કહે છે. સંસ્કારી ઘરના સંતાનો આ બે વચ્ચેનો વિવેક સમજી શકે છે. કુટુંબમાં સ્વતંત્રતા હોય, પરંતુ સ્વચ્છંદતા પર બેન હોય છે. કુટુંબનો દરેક સભ્ય કેટલાક વણલખ્યા નિયમોનું પાલન કરવું જોઇએ, જેમ કે સાથે જમવું- સાંજે સાથે પ્રાર્થના કરવી- એક બીજાને હેલ્પફ્ુલ થવું – સાથે ટીવી જોવું – ચર્ચાઓ કરવી- સાંજે આઠ પછી ખાસ કારણ વગર ઘરની બહાર ન જવું. વગેરે નિયમો પેઢી દર પેઢી સચવાતા અને અનુભવાતા હોય છે.

મિસરી

‘ સાવ ખોટો રિવાજ છોડી દે,

મનથી મારો ખ્યાલ છોડી દે,

ખૂબ પેચીદો છે ન સમજાશે

પ્રેમનો આ પ્રકાર છોડી દે.’

-હેમા મહેતા

[email protected]