કિસ્મતમાં લગ્ન લખ્યા છે કે નહિં, જાણો હાથની રેખા પરથી - Sandesh
  • Home
  • Astrology
  • કિસ્મતમાં લગ્ન લખ્યા છે કે નહિં, જાણો હાથની રેખા પરથી

કિસ્મતમાં લગ્ન લખ્યા છે કે નહિં, જાણો હાથની રેખા પરથી

 | 4:05 pm IST

કહેવાય છે કે કિસ્મતમાં કોઈનો સાથ મળશે કે નહિં તે વ્યક્તિ પોતાની કિસ્મતમાં જ લખાવીને આવે છે. કિસ્મતનું લખાયેલું વ્યક્તિના હાથમાં વાંચી શકાય છે. આ કારણે  કેટલાંક લોકોનું વૈવાહિક જીવન ખુશ રહે છે તો કોઈ પોતાના દાંપત્યજીવનથી પરેશાન રહે છે. તો કેટલાંક એવા લોકો પણ છે જેને સાથી નથી મળતાં. સામુદ્રિકશાસ્ત્રમાં આ બધું જ  છૂપાયેલું હોય છે. શાસ્ત્રમાં હથેળીની આ રેખાઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જે કારણે લોકોના લગ્ન નથી થતાં.

વિવાહ રેખા હથેળીમાં સૌથી નાની આંગળીની પાસે હોય છે. જેની હથેળીમાં આ રેખા હૃદય રેખાની તરફ વધેલી હોય અને આગળ જઈને આ રેખામાંથી બે કે ત્રણ રેખાઓ નિકળતી હોય તો આ વૈવાહિક જીવન માટે સુખદ નથી હોતું. જેની હથેળીમાં એવી રેખા હોય છે જેને વૈવાહિક જીવનનું સુખ નથી મળતું. કારણકે એવા વ્યક્તિના દાંપત્ય જીવનમાં આપસમાં તાલમેલ અને પ્રેમની ઓછપ હોય છે.

સમુદ્રશાસ્ત્ર અનુસાર જેની હથેળીમાં વિવાહ રેખા હૃદય રેખાની તરફ વધું નમેલી હોય છે તેનું દાંપત્ય જીવન બહું જ કષ્ટકારી હોય છે. માનવામાં આવે છે કે એવી વિવાહ રેખા જો છોકરીની હાથમાં હોય તો પત્નીને પતિનો વિયોગ સહન કરવો પડે છે. જો છોકરાના હાથમાં હોય તો આવી રેખા તો તેને જીવનભર પત્નીનો સાથ નથી મળતો.

વિવાહ રેખા જો વધીને નાની આંગળીના ત્રીજા કે બીજા વેઢાં સુધી પહોંચે છે તો આ વૈવાહિક જીવન માટે અતિ અશુભ માનવામાં આવે છે. આ જાતની વિવાહ રેખા બહું જ ઓછા લોકોના હાથમાં હોય છે . પણ જેના હાથમાં હોય છે તેમને આ જીવન કુંવારા રહેવું પડે છે. આવી વ્યક્તિમાં લગ્ન કરવાની કોઈ ઈચ્છા જ હોતી નથી. જો લગ્ન કરવા માંગે તો પણ કોઈને કોઈ કારણે સંયોગ બની શકતો નથી.