હાથ વગર જ તીરંદાજી કરીને આ શખ્સે શૂટ કર્યું, જુઓ વીડિયોમાં કઈ રીતે જીત્યું ગોલ્ડ મેડલ
દુનિયામાં ઘણા લોકો છે જેને આપણે અક્ષમ કહીને બોલાવતા હોઈએ છીએ. પરંતુ તેનો જુસ્સો એવો હોય છે કે તે તેના શરીરની ખામીને પુરો કરી નાંખે છે. આઈએફએસ સુશાંત નંદાએ આવો જ એક તીરંદાજી ખેલાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં આ માણસ હાથ વગરનો હોવા છતાં ધનુષ દ્વારા અર્જુનની જેમ શૂટ કરે છે! આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભલે તમે કંઈ ગુમાવી દીધું હોય, પરંતુ જો તમારામાં ફરીથી ઉભા થવાનો જુસ્સો છે, તો કોઈ પણ તમને આગળ વધતા અટકાવી શકે નહીં.
આ 23 સેકંડના વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિ તીરંદાજી કરી રહ્યો છે અને રમત દરમિયાન તે હાથ વિના જ આવા અઘરાં લક્ષ્યને શૂટ કરે છે અને પછી ગોલ્ડ મેડલ જીતે છે. આ વ્યક્તિ લક્ષ્ય માટે તેના પગ અને ગળા તેમજ ખભાનો ઉપયોગ કરે છે. તો જુઓ અહીં આ વીડિયો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન