છુપા રુસ્તમ યુઝવેન્દ્રની થનારી દુલ્હન કરે છે આટલો મસ્ત ડાન્સ, વીડિયો વાયુવેગે વાયરલ
ભારતીય સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ તેની સગાઇની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી લોકોને ચોંકાવી દીધા હતા. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે પ્રખ્યાત યુટ્યૂબર અને ડાન્સર ધનાશ્રી વર્માની સાથે સગાઇ કરી લીધી છે. ધનાશ્રી વર્મા આમ તો ડોક્ટર છે પરંતુ તેણે ડાન્સર તરીકે એક અલગ ઓળખ બનાવી છે.
ધનાશ્રી વર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલમાં ધનાશ્રીનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રાખી છે. આ વીડિયોમાં ધનાશ્રીના ખુલ્લા વાળમાં તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે. ધનાશ્રીના આ વીડિયો પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે અને લોકો તેની પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન