NIFTY 10,230.85 +63.40  |  SENSEX 32,633.64 +200.95  |  USD 64.7400 -0.19
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • ‘જાડા છીએ તો શું થયું તંદુરસ્ત તો છીએ’ એવું માનવું છે તો ચેતી જાઓ

‘જાડા છીએ તો શું થયું તંદુરસ્ત તો છીએ’ એવું માનવું છે તો ચેતી જાઓ

 | 11:37 pm IST

એવાં લોકો જે જાડા છે પરંતુ મેડિકલી ફિટ છે તેમના માટે આ સમાચાર ઘણા મહત્ત્વના હોઈ શકે છે. હકીકતમાં પુરાણી માન્યતાઓને નજરઅંદાજ કરી એક નવા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ‘ફેટ બટ ફિટ’ આઈડિયા એક કોરી કલ્પના છે. જાડા લોકો ભલે મેડિકલી ફિટ હોય પરંતુ તેમને હૃદયરોગ થવાની સંભાવના વધુ રહેતી હોય છે. યુકેનાં લગભગ ૩૫ લાખ લોકો પર ૨૦ કરતાં વધુ વર્ષોના અભ્યાસ બાદ વિશેષજ્ઞાો આ નિષ્કર્ષ પર આવ્યા છે.

સંશોધન મુજબ ભલે વ્યક્તિનું બ્લડ-પ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે સામાન્ય હોય તેમ છતાં જાડાપણાને કારણે હૃદયના રોગ થવાનું જોખમ ૫૦ ટકા જેટલું વધી જાય છે. આટલું જ નહીં પરંતુ ‘ફેટ બટ ફિટ’ વ્યક્તિને સ્ટ્રોક અને હાર્ટ ફેલ્યોરનું જોખમ બમણું થઈ જાય છે. જાડી વ્યક્તિ પણ હેલ્ધી હોઈ શકે ખરી તે અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. યુનિર્વિસટી ઓફ ર્બિમયમના ઇન્સ્ટિટયૂટ ઓફ એપ્લાઇડ હેલ્થ રિસર્ચની ટીમે લાંબા સંશોધન બાદ આ ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

આ અભ્યાસને તેઓએ પુર્તગલના પોર્તોમાં યોજાયેલી યુરોપિયન કોંગ્રેસમાં રજૂ કર્યો હતો. આ સંશોધન માટે ૧૯૯૫થી ૨૦૧૫ સુધીના સમયગાળામાં લગભગ ૩૫ લાખ વયસ્કોના હેલ્થ રેકોર્ડનો અભ્યાસ કર્યો હતો. આ તમામ લોકો પ્રારંભિક તબક્કામાં કોઈ પ્રકારની હૃદયની બીમારીથી પીડાતાં નહોતાં. જાડા હોવા છતાં તેઓ મેડિકલી ફિટ હતાં. તેઓનું કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડ-પ્રેશર જાડા હોવા છતાં નોર્મલ હતું. અભ્યાસનાં પરિણામો પરથી જણાયું હતું કે નોર્મલ હેલ્ધી માણસોની તુલનાએ જાડા લોકોને હૃદયની બીમારી થવાની શક્યતા ૪૯ ટકા જેટલી વધી જાય છે. આ ઉપરાંત તેમનામાં સ્ટ્રોકનું જોખમ ૭ ટકા અને હાર્ટ ફેલ્યોરનું જોખમ ૯૬ ટકા વધુ રહે છે.
સંશોધકો જણાવે છે કે ફિટ રહેવા માટે વજન ઓછું હોય તે જરૂરી છે.