You will be amazed to see the collection of Gujarat man matchboxes
  • Home
  • Gujarat
  • અબ્દુલ કલામથી લઇ PM મોદી પણ આ ગુજરાતી ભાઇનું માચીસનું કલેક્શન જોઇ દંગ રહી ગયા

અબ્દુલ કલામથી લઇ PM મોદી પણ આ ગુજરાતી ભાઇનું માચીસનું કલેક્શન જોઇ દંગ રહી ગયા

 | 8:53 pm IST
  • Share

“શોખ ભી બડી અજીબ ચીજ હૈ” તમે માચીસને વાપર્યા પછી ફેંકી દો છો પણ ગોધરાના એક તલાટી કે જેઓ રસ્તા પર ઉકેરડામાં જઈને ખાલી માચીસના ખોખા વીણી તેનું કલેક્શન કરે છે. 27,000 જેટલા અલગ-અલગ પ્રકારના માચીસના બોક્સ ગોધરાના શાંતિલાલ પરમાર પાસે છે.

તમે માચીસને વાપર્યા પછી ફેંકી દો છો પણ ગોધરાના એક તલાટી કે જેઓ રસ્તા પર ઉકેરડામાં જઈને ખાલી માચીસના ખોખા વિણી તેનું કલેક્શન કરે છે. એક-બે નહીં બે લાખ માચીસના ખોખા. 27,000 જેટલા અલગ-અલગ પ્રકારના માચીસના બોક્સ ગોધરાના શાંતિલાલ પરમાર પાસે છે. આ માચીસના બોક્સ જેને આપણે ગુજરાતમાં છાપો તરીકે ઓળખીયે છીએ. આ છાપોમાં ગુજરાત જ નહીં દેશ-વિદેશ અનેક માચીસ બોક્સ તેઓએ ભેગા કર્યા છે. તેમાં પણ માગો તે વેરાઈટી જોવા મળે છે. પછી એ ચાહે ફિલ્મી કલાકાર હોય, દેશના નેતાઓએ કે પછી આપણા ક્રિકેટર હોય. એટલું જ નહીં દેશના જોવાલાયક સ્થળોની છાપો પણ જોવા મળે છે.

શાંતિલાલ પરમારની આ કલા વિશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ અને આજના પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમનું આ કલેક્શન નિહાળ્યું છે. એટલું જ નહીં તેઓ નવા 27 હજાર જેટલી અલગ-અલગ વેરાઇટીની છાપો તેઓએ દેશ-વિદેશમાં પ્રદર્શિત કરી છે. જે માચીસ બોક્સ અને આપણે કચરો સમજીને ફેંકી દઈએ છીએ. તેવા કચરાએ શાંતિલાલ પરમાર એક આગવી ઓળખ આપી છે. લતા મંગેશકર, સચિન તેંડુલકર, ચાર્લી ચેપ્લિન અને દેશના પુરાતત્વ ખાતાના અનેક monuments પણ આ માચીસમાં જોવા મળે છે. તેઓની પાસે ભારતના દરેક રાજ્યની ઓળખ થાય તેવી છાપો પણ કલેક્શનમાં છે. એટલું જ નહીં વિદેશની માચીસ પણ અલગ-અલગ કલરની અલગ-અલગ ડિઝાઈનની જોવા મળે છે.

શાંતિલાલ પરમારનું આ કલેક્શન જોઈને એવું લાગે કે આ માણસને શોખ છે કે ગાડપણ. જ્યારે તેઓ એક-એક છાપની વિગતવાર માહિતી આપે છે ત્યારે ખબર પડે છે કે આ છાપનું મહત્વ કેટલું છે. આમ તો શાંતિલાલ પરમારને નાનપણથી જ માચીસની ખાલી ડબ્બીઓ એકઠી કરવાનો શોખ હતો, પરંતુ નોકરીએ લાગ્યા પછી પણ નોકરીએથી છૂટીને આવે ત્યારે તેઓ રસ્તા પરથી છાપો ઉઠાવતા ઉકેડામાં જઈને છાપ છોડતા અને મિત્ર વર્તુળ પાસેથી પણ કલેક્શન ભેગું કરતા હતા. આજે તેઓનું કલેક્શન બે લાખ જેટલી છાપોમાં પરિવર્તિત થયું છે. તેમાંથી અલગ-અલગ વિષયવસ્તુ જુદી પાડીને તેઓની પાસે 27,000 છાપોનું કલેક્શન ભેગું થયું છે અને તે પણ એક જેવી બીજી જોવા મળી રહી નથી.

આ અંગે શાંતિલાલ પરમાર જણાવી રહ્યા છે કે, બાંગ્લાદેશની અંદર સૌ પ્રથમ વિશ્વનું દીવાસળીની છાપનું પહેલું પ્રદર્શન ભરાયું અને એ પ્રદર્શનમાં ભારતના આઠ જણ હતા અને ગુજરાતમાં ફક્ત તેઓ એકલા જ હતા. તેઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓને બાંગ્લાદેશથી સર્ટિફિકેટ અને પાર્ટિસિપન્ટ એવોર્ડ મળેલ છે અને અલગ-અલગ રાજ્યની દીવાસળીની છાપો મૂકી હતી. ત્યાંના લોકો પ્રદર્શન જોઈને ખુશ થઈ ગયા હતા. એમની ઈચ્છા છે કે તેમનું નામ લિમ્કા રેકોર્ડ અને ગિનિસ વર્લ્ડ બુકમાં નોંધાય તે માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો