નવરાત્રિના નવમો દિવસ હોય છે ખાસ, અચુક કરજો દુ:ખ દૂર કરતો કોઈ એક ઉપાય - Sandesh
  • Home
  • Astrology
  • નવરાત્રિના નવમો દિવસ હોય છે ખાસ, અચુક કરજો દુ:ખ દૂર કરતો કોઈ એક ઉપાય

નવરાત્રિના નવમો દિવસ હોય છે ખાસ, અચુક કરજો દુ:ખ દૂર કરતો કોઈ એક ઉપાય

 | 12:18 pm IST

કોઈપણ શુભ કામમાં નાગરવેલના ઉપરાંત આસોપાલવના પાનનો ઉપયોગ થાય જ છે. નવરાત્રિમાં પણ આદ્યશક્તિને પ્રસન્ન કરવા માટે પણ પાનનો ઉપયોગ કરી શકાય છે. જીવનમાંથી પૈસાની તંગી દૂર કરવી હોય કે આકર્ષણ શક્તિ વધારવી હોય તો નવરાત્રિના નવમા દિવસે આ 9માંથી કોઈ એક ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે.

– આઠમ કે નોમના દિવસે માતાની પૂજા કરી છાણા પર પાન, લવિંગ, કપુર, એલચી તેમજ ગુગળ સાથે કોઈ મીઠી વસ્તુ પધરાવી માતાને ધુપ આપવો.
– નોમની રાત્રે ચંદન અને કેસરને પાન પર રાખી અને માં દુર્ગાના ફોટા સામે આસન પર બેસી અને ચંડી સ્ત્રોતનો પાઠ કરવો. ત્યારપછી બંન્ને વસ્તુનો પાવડર કરી અને રોજ તેનાથી તિલક કરવું.
– માતાના મંદિરમાં જવું અને પાનનું બિડું બનાવી અને તેમાં કાથો, ગુલકંદ, વરિયાળી વગેરે વસ્તુઓ રાખવી અને તેનું બિડું બનાવવું. ખાસ ધ્યાન રાખવું કે આ મીઠા પાનમાં સોપારી અને ચુનો ન ઉમેરવો.
– કોઈપણ મંદિરમાં જઈ અને માતા સમક્ષ નકમસ્તક થઈ જાણતાં-અજાણતાં થયેલી ભુલની ક્ષમા માંગવી અને 9 મીઠા પાન કન્યાઓને ખવડાવવા.
– નજર દોષ દૂર કરવા માટે તે વ્યક્તિને મંદિરમાં લઈ જવી અને ત્યાં બેસાડી અને ગુલાબની સાત પાંદડી તોડી અને તેને ખવડાવી દેવી.
– નોમના દિવસે સવારે પાંચ પીપળાના પાન અને 8 નાગરવેલના પાન લઈ તેનું તોરણ બનાવી અને બગલામુખીનું ધ્યાન ધરી તેને ઘરની પૂર્વ દિશા તરફ બાંધી દેવું.
– સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે મંદિરમાં માતાની મૂર્તિ સામે એક પાન પર કેસરમાં કોઈપણ અત્તર અને ઘી મીક્ષ કરી અને સાથિયો બનાવો. આ પાન પર સોપારી રાખો અને તેના પર નાળાછળી બાંધી તિજોરીમાં રાખી દો.
– આકર્ષણની શક્તિ વધારવા માટે નાગરવેલના મૂળનો એક ટુકડો લઈ તેને ઘસી અને તેનાથી રોજ તિલક કરવું.
– નવરાત્રિની પૂર્ણાહૂતિના હવન થયો હોય ત્યાં હવનની વિધિ પૂર્ણ થયા પછી અગ્નિમાં બે લવિંગ, એક પતાસું અને એક નાગર વેલનું પાન ચડાવવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન