Young 8 Players Debut in Cricket World Cup For India
  • Home
  • Sports
  • Cricket
  • આ વખતે ટીમ ઈન્ડિયામાં દેખાશે યુવા જોશ, આ 8 ખેલાડી પહેલીવાર રમશે WC

આ વખતે ટીમ ઈન્ડિયામાં દેખાશે યુવા જોશ, આ 8 ખેલાડી પહેલીવાર રમશે WC

 | 6:41 pm IST

મિશન વર્લ્ડકપને પોતાના નામે કરવા માટે બીસીસીઆઈએ 15 સભ્ય ટીમની જાહેરાત કરી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારતીય ટીમ આ વખતે ઈંગ્લેન્ડની ધરતી પર જીત હાંસલ કરવા માટે પૂરજોશ સાથે ઉતરશે. પસંદગીકારોએ આ વખતે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં યુવા જોશ પર વધુ ધ્યાન આપ્યું છે. ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડી છે જે તેના કરિયરનો ચોથો વર્લ્ડ કપ રમી રહ્યા છે. જ્યારે 15માંથી કુલ 8 ખેલાડી એવા છે જે પહેલીવાર ક્રિકેટના સૌથી મોટા મહાકુંભમાં રમી રહ્યા છે.

આ આઠ ખેલાડીઓમાં કેએલ રાહુલ, દિનેશ કાર્તિક(ધોનીના બેકઅપ તરીકે), કેદાર જાધવ, વિજય શંકર, કુલદીપ યાદવ, યૂઝવેન્દ્ર ચહલ, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહ સામેલ છે. જોકે દિનેશ કાર્તિક 2007માં સ્ક્વોર્ડ તરીકે રહી ચૂક્યા છે. પરંતુ તેમને મેચ રમવાની તક મળી નહોતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી આ બધા ખેલાડીઓએ ભારતીય ક્રિકેટ ટીમમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. કુલદીપ યાદવ અને યૂઝવેન્દ્ર ચહલની જોડીએ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

ઉપરાંત જસપ્રીત બુમરાહ પણ છેલ્લા બે વર્ષથી ભારતના સૌથી વિશ્વાસપાત્ર ઝડપી બોલર બનીને સામે આવ્યો છે. જે ઓછા રન આપી વિકેટ લેવામાં માહેર છે. બીજી તરફ હાર્દિક પંડ્યાએ છેલ્લા ઘણા સમયથી એક ઓલરાઉન્ડર તરીકે શાનદાર પ્રદર્શન કર્યું છે. જે ઝડપી બોલિંગ સાથે ઝડપી બેટિંગ પણ કરી શકે છે અને તેઓ અંતિમ ઓવરોમાં ભારત માટે મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે.

જ્યારે અનુભવી મહેન્દ્ર સિંહ ધોની સિવાય બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકને તક આપવામાં આવી છે. દિનેશ કાર્તિક છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાનો હિસ્સો છે. પરંતુ તેમ છતાં તેમના માટે આ પહેલો વર્લ્ડ કપ છે. સાથે યુવા વિજય શંકર પણ આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શનના કારણે વર્લ્ડ કપના 15 સભ્યોની ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે.

આ છે વર્લ્ડ કપની ટીમ ઈન્ડિયા:

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની(વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, જસપ્રીત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર,રવિન્દ્ર જાડેજા, મહોમ્મદ શામી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન