Young Boy made E-Bike from wastage in Navsari, Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • માત્ર 8 ધોરણ ભણેલા યુવાને કાટમાળમાંથી બનાવી આકર્ષક ઇ-બાઇક, ફાયદા જાણી ચોંકી જશો

માત્ર 8 ધોરણ ભણેલા યુવાને કાટમાળમાંથી બનાવી આકર્ષક ઇ-બાઇક, ફાયદા જાણી ચોંકી જશો

 | 11:40 pm IST

નવસારીના દરગાહ રોડ ખાતે રહેતો હમજા કાગદી પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ધોરણ 8 સુધી જ ભણી શક્યો અને અભ્યાસ છોડી ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરીને પરિવારને મદદરૂપ થવા લાગ્યો. ઓટો મોબાઈલના ફિલ્ડમાં રૂચિ વધતાં હમજા એક કુશળ મિકેનિક બન્યો. હમજાએ ઇ-બાઇકની બારીકી સમજ્યા બાદ બાઈક્સના તેમજ અન્ય કાટમાળ લાવીને તેમાથી પોતાની ડિઝાઇન બનાવી અને તેને આધારે ઇલેક્ટ્રીક બાઇક તૈયાર કરી છે. 6 કલાકના ચાર્જિંગ બાદ 60 કિલોમીટર ચાલતી હમજાની આ ઇ-બાઇકને જોઈ આસપાસના સહિત બહારથી આવતા લોકો પણ આકર્ષિત થઈ રહ્યા છે.

પ્રદૂષણ ઓકતા વાહનો અને ટ્રાફિકના આકરા નિયમોથી બચવા માટે ઇ બાઇક મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે પેટ્રોલથી ચાલતા બાઇક કે મોપેડ કરતાં ઇ બાઇક સસ્તી પણ છે અને ટ્રાફિકના નિયમો પણ તેને લાગુ પડતાં નથી. નવી ડિઝાઇનમાં ઇ-બાઈક બનાવવા માટે ઓર્ડર પણ આપી રહ્યા છે આમ હમજાની કૌશલ્યને લોકોનો સાથ મળ્યો છે અને આજે 5 ઇ બાઇક બનાવવા હમજાને ઓર્ડર પણ મળ્યા છે, જેને લઈને હમજા ખુશ છે. બાઈક્સના કાટમાળથી બનાવેલી આ ઇ બાઇક 30 થી 35 હજારમાં તૈયાર થઈ છે. જેથી પણ લોકો ઇ બાઇક લેવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. નવસારી જેવા નાના શહેરમાં ઓટો મોબાઈલ વિશેનો અભ્યાસ કર્યા વિના પોતાના અનુભવે ઇ બાઇક બનાવી હમઝાએ ડિગ્રી નહીં પણ કાબિલિયત હોવી જરૂરી હોવાનું સાબિત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન