સાળીના સ્નાન કરતાં બનેવીએ ફોટા પાડ્યા અને પછી... - Sandesh
  • Home
  • Gujarat
  • સાળીના સ્નાન કરતાં બનેવીએ ફોટા પાડ્યા અને પછી…

સાળીના સ્નાન કરતાં બનેવીએ ફોટા પાડ્યા અને પછી…

 | 8:00 am IST

મુળ માંગરોળ અને હાલ ડારી રહેતી યુવતીએ ન્હાવા જતાં સમયે તેની જાણ બહાર બનેવીએ ફોટો પાડી વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યુવતીના માંગરોળ ખાતે આવેલા ઘરે તેનો બનેવી ગૌતમ ભીમા પરમાર(રે.દિવાસા) પણ રહેતો હતો. દરમિયાન એક દિવસ યુવતી ઘરે એકલી હતી અને ન્હાવા ગઈ એ સમયે ગૌતમે તેની જાણ બહાર ફોટા પાડી લીધા હતા અને તે વાયરલ કરવાની તેમજ તેની બહેન અને ભાણેજને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું.

ત્યારબાદ યુવતીનું ફેસબુક આઈડી લઈ તેમાંથી બે વ્યકિતના મોબાઈલમાં બિભત્સ ફાટો અને લખાણ વાયરલ કર્યા હતા.