Young Man Broken Egg on Australian Senator Fraser Anning Head
  • Home
  • Videos
  • Featured Videos
  • ઓસ્ટ્રેલિયાના સેનેટરના માથા પર યુવકે ફોડી દીધું ઈંડુ, વીડિયો થયો વાયરલ

ઓસ્ટ્રેલિયાના સેનેટરના માથા પર યુવકે ફોડી દીધું ઈંડુ, વીડિયો થયો વાયરલ

 | 2:58 pm IST

ન્યુઝીલેન્ડમાં બે મસ્જિદો પર થયેલા આંતકી હુમલામાં 49 લોકોના મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા. આ જધન્ય હત્યાકાંડ બાદ સમગ્ર વિશ્વ સ્તબ્ધ થયું હતું. જ્યારે આ સંબંધમાં ઓસ્ટ્રેલિયા સીનેટર ફ્રેજર અનિંગે ઘટનાના કારણ પર પોતાની વિવાદીત ટિપ્પણી આપી હતી. જેની લોકોએ ઘણી ટીકા કરી હતી. જોકે હવે એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવકે અનિંગેના માથા પર ઈંડુ ફોડતા નજરે આવી રહ્યો છે.

રિપોર્ટ મુજબ મેલબર્નમાં જ્યારે અનિંગ મીડિયા સાથે વાત કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે અનિંગ મીડિયા સાથે વાત કરે છે ત્યારે એક યુવક પાછળથી આવીને તેમના માથા પર ઈંડુ ફોડે છે. ગુસ્સામાં સીનેટર એ યુવકને લાફા મારે છે. જોકે ઘટના પર ઉપસ્થિત લોકો વચ્ચે આવી બચાવ કરે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે અને શેર પણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન