NIFTY 10,286.45 -16.70  |  SENSEX 33,174.47 +-44.34  |  USD 64.9850 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રિવરફ્રન્ટ પર સ્ટંટ કરતા યુવાને ગુમાવ્યો જીવ , જુઓ મોતનો Video

રિવરફ્રન્ટ પર સ્ટંટ કરતા યુવાને ગુમાવ્યો જીવ , જુઓ મોતનો Video

 | 9:59 am IST

અમદાવાદમાં સ્ટંટ કરતાં યુવાનો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. રાતે સ્ટંટ કરતો યુવાન ફુલ સ્પીડ બાઇક પરથી બેલેન્સ ગુમાવતાં સીધો જ વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. રાતે શહેરના સુભાસબ્રિજ નીચે આવેલા રિવરફ્રન્ટ રોડ પર પોતાની પલ્સર 220 બાઇક પર લક્ષ્મણ પરમાર (રહે. માધુપરા) સ્ટંટ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ બાઇક પર બેલેન્સ ગુમાવતાં રસ્તાની બાજુમાં ફૂટપાથ સાથે બાઇક અથડાઇ હતી. જે બાદ લક્ષ્મણ બાઇક પરથી ફંગોળાઇને સીધો વીજળીના થાંભલા સાથે જોશથી ભટકાયો હતો. બાઇક એટલી સ્પીડમાં હતી કે લક્ષ્મણ વીજળીના થાંભલા સાથે અથડાતાં થાંભલો પણ તૂટી ગયો હતો. લક્ષ્મણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતી હતી ત્યારે ત્યાંથી પોલીસ વાન પણ પસાર થઈ રહી હતી પરંતુ તેણે યુવાનની કોઈ જ મદદ ન કરી.