Young Man Found Dead In Poled
  • Home
  • Featured
  • પોલેન્ડમાં મૃત મળ્યો અ’વાદનો યુવાન, મૃતદેહ મેળવવા પરિવારની શુષ્મા સ્વરાજને ગુહાર

પોલેન્ડમાં મૃત મળ્યો અ’વાદનો યુવાન, મૃતદેહ મેળવવા પરિવારની શુષ્મા સ્વરાજને ગુહાર

 | 4:25 pm IST

અમદાવાદનો પ્રયાગ પોલેન્ડમાં આર્કિટેક્ટ એન્જીનિયરિંગ કરવા ગયો હતો. અમદાવાદનાં સેટેલાઇટમાં રહેતો 20 વર્ષનો પ્રયાગ પોલેન્ડમાં કોઇક ગરબા કાર્યક્રમમાં ગયો હતો, પરંતુ તે બીજા દિવસે બસ સ્ટેન્ડ પરથી બેભાન મળી આવ્યો હતો.

પ્રયાગનાં મિત્રોએ પ્રયાગનાં કોઈ સમાચાર ના મળતા પોલીસને જાણ કરી હતી, ત્યારે પ્રયાગ હૉસ્પિટલમાં દાખલ હતો. તેના પિતાને જાણ થતા તેઓ તાત્કાલિક પોલેન્ડ પહોંચ્યા હતા. પ્રયાગને શું થયું અને તે કઈ રીતે હૉસ્પિટલ પહોંચ્યો તે વિશે કોઇને માહિતી નથી.

પ્રયાગનાં મૃત્યુને કારણે તેના પરિવામાં શોક વ્યાપી ગયો છે. તો બીજી તરફ પ્રયાગનાં મૃતદેહને અમદાવાદ લાવવાનાં પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ પોલેન્ડ તરફથી જરૂરી સહયોગ મળી રહ્યો નથી. પોતાના વ્હાલસોયા દીકરાનો મૃતદેહ મેળવવા પરિવારે કેન્દ્રીય મંત્રી સુષ્મા સ્વરાજ પાસે ત્રણ-ત્રણ ટ્વિટ કરીને મદદ માંગી હોવા છતા કોઇ જ જવાબ મળ્યો નથી. પ્રયાગનાં પિતા અમદાવાદમાં સિવિલ એન્જીનિયર છે. એન્જીનિયર બનવાનું સપનુ જોઇને પ્રયાગ પોલેન્ડ ગયો હતો.

તાત્કાલિક વિઝા મેળવીને પોલેન્ડ પહોંચેલા પ્રયાગનાં પિતાને ત્યાં ફક્ત 1 કલાક માટે જ દીકરાને મળવા દેવામાં આવતા હતા. પ્રયાગનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પ્રયાગનાં મૃતદેહને મેળવવા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.