Young man from Junagadh dies in US from corona, former MLA Bharat Kablia son of dies
  • Home
  • Corona live
  • પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્રનું અમેરિકામાં કોરાનાથી દુ:ખદ અવસાન, પરિવારમાં શોકનો માહોલ

પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાંબલિયાના પુત્રનું અમેરિકામાં કોરાનાથી દુ:ખદ અવસાન, પરિવારમાં શોકનો માહોલ

 | 9:19 am IST

કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા ગુજરાતીઓને લઈને દરરોજ દુ:ખદ સમાચારો મળી રહ્યા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન જેવા અનેક દેશોમાં વર્ષોથી વસતા ભારતીયો સહિત ગુજરાતી લોકો પણ કોરોનાની ઝપેટમાં ચઢી રહ્યા છે. હાલ અમેરિકાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

જૂનાગઢના યુવાનનું અમેરિકામાં કોરોનાની ઝપેટમાં ચઢતા કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભરત કાબલિયાના પુત્રનું અમેરિકામાં મોત થયું છે. અમેરિકાની હોસ્પિટલમાં પૂર્વ ધારાસભ્યના પુત્રએ અંતિમ શ્વાસ લેતા પરિવાર સહિત સમાજમાં શોકની લાગણી ફરી વળી હતી.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના યુવાનનું અમેરિકામાં કોરોનાને કારણે મોત થયું છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાબલિયાના પુત્ર વર્ષોથી અમેરિકામાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. પૂર્વ ધારાસભ્યનો પુત્ર અમેરિકામાં આનંદભાઈ લોસ એન્જલીસમાં પરિવાર સાથે રહેતો હતો.

હાલ અમેરિકા કોરોના વૈશ્વિક બિમારીમાં અમેરિકા સૌથી વધુ ભરડામાં આવ્યું છે, ત્યારે અમેરિકામાં સૌથી વધુ ભારતીયોએ કોરોનામાં મોતને ભેટ્યા છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય સ્વ.ભરત કાબલિયાના પુત્ર પણ વાયરસના સંક્રમણમાં આવી જતા અમેરિકાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન