Young Man gave Unique Tribute to The Pulwama Martyrs
  • Home
  • Featured
  • પુલવામા શહીદોને યુવકે આપી અનોખી શ્રદ્ધાંજલિ, લોકોમાં દેશ ભક્તિ જગાડવા કરે છે આ કામ

પુલવામા શહીદોને યુવકે આપી અનોખી શ્રદ્ધાંજલિ, લોકોમાં દેશ ભક્તિ જગાડવા કરે છે આ કામ

 | 5:42 pm IST

ગયા મહિને જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલો થયો હતો જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા. આ દુખદ ઘટના બાદ સમગ્ર દેશના લોકોને ભારે આઘાત લાગ્યો હતો. પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. જેના પછી ભારતમાં લોકોએ પાકિસ્તાન વિરૂદ્ધ ભારે રોષ દાખવ્યો હતો. ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારને મદદ કરવા આગળ પણ આવ્યા હતા.

જોકે હવે હુમલાના એક મહિના બાદ એક એવા યુવાન વિશે માહિતી મળી છે જે દેશભરમાં ફરીને લોકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહિત કરી રહ્યો છે. 21 વર્ષનો વિજય ઉત્તર પ્રદેશના વાસી ગામનો રહેવાસી છે. પુલવામા હુમલાના એક દિવસ બાદ એટલે કે 15મી ફેબ્રુઆરીથી વિજય હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને યુપીથી દિલ્હી સુધીની મુસાફરી કરી લોકોમાં દેશ ભક્તિ જગાવવાની કોશિશ કરી રહ્યો છે.

વિજય દેશના સુપર હીરો વિંગ કમાંડર અભિનંદનથી પણ ઘણો પ્રભાવિત થયો છે અને તેના મોઢા પર વિંગ કમાંડર જેવી મૂંછ પણ છે. ઉપરાંત વિજયે તેના શરીર પર પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામ પર લખાવ્યા છે. તેઓ બાળપણથી જ સેનામાં ભર્તી થવા માંગતો હતો પરંતુ ઓછી હાઇટના કારણે તેઓ સેલેક્ટ ન થઈ શક્યો. પરંતુ તેમ છતાં તેના અંદર દેશ પ્રત્યે પ્રેમ યથાવત રહેતા તેને પદયાત્રા દ્વારા લોકોમાં દેશ ભક્તિ જાગૃત કરવાનો નિર્ણય કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન