young man stunt on running railway dore tiktok video viral
  • Home
  • Featured
  • VIDEO: ટિકટોકની ઘેલછામાં ચાલુ ટ્રેને સ્ટંટ કરવા ગયો, હાથ છૂટ્યો અને શખ્સ ટ્રેન નીચે આવી ગયો

VIDEO: ટિકટોકની ઘેલછામાં ચાલુ ટ્રેને સ્ટંટ કરવા ગયો, હાથ છૂટ્યો અને શખ્સ ટ્રેન નીચે આવી ગયો

 | 2:08 pm IST

ટિક ટોક વીડિયો બનાવવામાં યુવક યુવતીઓ ભારે વ્યસ્ત છે. મોટાભાગના લોકો નોર્મલ રીતે વીડિયો બનાવતા હોય છે. પરંતુ તેમાંથી અમુક શખ્સો જોખમ લઈને વીડિયો બનાવતા જોવા મળે છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમાં જોઈ શકાય છે કે એક યુવક ટિક ટોકના લીધે પોતાનો જીવ પણ ગુમાવી દેવાનો હતો.

એક સ્ટંટ કરતો યુવક નસીબના જોગે બચી ગયો. બાકી આજે આ દુનિયામાં ન હોત. આ યુવક ટિક ટોક પર વીડિયો અપલોડ કરવા માટે સ્ટંટ કરી રહ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, કઈ રીતે પેલો યુવક ચાલુ ટ્રેનમાં દરવાજો પકડીને લટકાઈ રહ્યો છે અને સ્ટંટ કરી રહ્યો છે. યુવકથી અચાનક જ તેનો હાથ છૂટી ગયો અને ટ્રેન નીચે આવી ગયો. જો કે તે બચી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન