Young Men Harassed Leopard's Baby in Gir Jungle, Video Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: હલકટ યુવાનોએ માણસાઈ લજવી, 4 માસનાં દીપડાના બચ્ચાની એવી પજવણી કરી કે…

VIDEO: હલકટ યુવાનોએ માણસાઈ લજવી, 4 માસનાં દીપડાના બચ્ચાની એવી પજવણી કરી કે…

 | 3:56 pm IST

ગુજરાતમાં પહેલાં સિંહોની પજવણીનો વીડિયો વાઇરલ થતાં હતા. જેના પર સરકાર કાબૂ મેળવી શકી નથી. ત્યારે હવે દીપડાની પજવણી પણ થવા લાગી છે. સોશિયલ મીડિયામાં દીપડાની પજવણીનો વીડિયો વાઈરલ થયો છે. ફક્ત ચાર માસના દીપડાના બચ્ચાને ચારથી પાંચ જેટલાં યુવકો ઝડપી પાડે છે. અને તેને ઝાડના થડ પર ચઢાવી બોચી પકડીને તેનો વીડિયો બનાવે છે. આ સમયે ગભરાઈ ગયેલું દીપડાનું બચ્ચું ઘુરકિયા કરતું જોવા મળે છે. પણ તેમ છતાં યુવાનો મજા લેવા માટે તેનો વીડિયો ઉતારતા રહે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. અને આ વીડિયો ગીરના જંગલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન