Young player Prithvi Shaw's omission from Team India's Test squad
  • Home
  • Sports
  • Cricket
  • INDvsNZ: ટેસ્ટ ટીમના ધુરંધર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન નહીં

INDvsNZ: ટેસ્ટ ટીમના ધુરંધર ખેલાડીને ટીમ ઇન્ડિયામાં સ્થાન નહીં

 | 3:26 pm IST
  • Share

  • ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટ સિરઝમાં આ યુવા ખેલાડીની અવગણના
  • રોહિતની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયાનો બેસ્ટ ઓપનર
  • પૃથ્વી શૉ વિશ્વના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનોમાં સામેલ


ન્યૂઝીલેન્ડને 3-0થી ટી-20 સિરીઝમાં માત આપ્યા બાદ ટીમ ઇન્ડિયા હવે 25 નવેમ્બરથી 2 મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી આરામ પર છે જ્યારે ઇંજિક્ય રહાણે ટીમની કમાન સંભાળશે. ટેસ્ટ સિરઝીમાં ઘણા યુવા અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પરંતુ એક ઘાતક ઓપનર એવો પણ છે જેની સિલેક્ટર્સ સતત અવગણના કરી રહ્યા છે.

આ ઓપનર સાથે થઇ રહ્યો છે અન્યાય

અમે વાત કરી રહ્યા છીએ 21 વર્ષના ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉની. પૃથ્વી શૉ હાલમાં વિશ્વના સૌથી ખતરનાક યુવા બેટ્સમેનોમાંનો એક છે. જ્યારે શૉના જૂના સાથી શુભમન ગિલને ટેસ્ટ ટીમમાં સતત જગ્યા મળી રહી છે, ત્યારે પસંદગીકાર્તા સતત શૉને ટીમની બહાર રાખી રહ્યા છે. આ ઓપનર આ વર્ષની શરૂઆતમાં સમાપ્ત થયેલી ઓસ્ટ્રેલિયા સિરીઝ બાદથી ટીમની બહાર છે. શૉને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં ચોક્કસપણે બોલાવવામાં આવ્યો હતો, પરંતુ તેને ટીમની બહાર બેસવું પડ્યું હતું. હવે જ્યારે મોટા ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ સિરીઝ દરમિયાન આરામ પર છે તો શૉને ટીમમાં તક આપવામાં આવી શકી હોત પરંતુ એવું બન્યું નહીં.

રોહિત બાદ એક સારો વિકલ્પ બની શકે

જણાવી દઇએ કે, રોહિત શર્મા હાલમાં 34 વર્ષનો છે અને આ ઉંમર બાદ થોડા વર્ષોમાં જ મોટા ભાગના ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહે છે, આવામાં રોહિતના સ્થાને ટીમ ઇન્ડિયાને એક નવા બેટ્સમેનની જરૂર હશે. આ જવાબદારી યુવા બેટ્સમેન પૃથ્વી શૉ સંભાળી શકે છે. શૉના બેટથી ઘરેલુ અને આઇપીએલમાં જે સનસની ફેલાઇ છે તેનો અવાજ આખી દુનિયામાં સંભળાયો છે. માત્ર 21 વર્ષનો આ બેટ્સમેન ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય છે. તાજેતરમાં જ બેટિંગે કોઇનું દિલ જીત્યું છે.

રોહિતની ગેરહાજરીમાં કરે છે ઓપનિંગ

પૃથ્વી શૉ રોહિત શર્માની ગેરહાજરીમાં મોટા ભાગે ટીમ ઇન્ડિયા માટે ઓપનિંગની જવાબદાર સંભાળે છે. આ વર્ષની શરૂઆતમાં શૉને ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના શાનદાર રમતના દમ પર ભારતની ટેસ્ટ અને સીમિત ઓવરોની ટીમમાં વધુ એત વખત વાપસી કરી. ક્રિકેટના મોટા-મોટા દિગ્ગજ માને છે કે, શૉ પાસે એવા તમામ શૉટ છે જે તેને આ દુનિયાનો સૌથી તાબડતોડ ઓપનર બનવા માટે પ્રેરિત કરે છે.

અંડર-19માં વર્લ્ડકપ જીત્યો

પૃથ્વી શૉની કેપ્ટનશીપમાં ભારત એક વખત અંડર-19નો ખિતાબ જીતી ચુક્યું છે. ભારતના યુવા ખેલાડીઓએ જ્યારે 2019ના અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને માત આપી તો શૉ તે ટીમનો કેપ્ટન હતો. શુભમન હિલ અને શિવમ માવી જેવા ખેલાડીઓ પણ તે ટીમનો ભાગ હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો