તમારા પાર્ટનરને જીવનભર કરી દો દિવાનો, બસ છે પાંચ પગલાં - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sex & Relationship
  • તમારા પાર્ટનરને જીવનભર કરી દો દિવાનો, બસ છે પાંચ પગલાં

તમારા પાર્ટનરને જીવનભર કરી દો દિવાનો, બસ છે પાંચ પગલાં

 | 4:16 pm IST

બે જણ વચ્ચે પ્રેમના અંકુર ફૂટે છે, ત્યારે આપણે પાર્ટનરને પસંદ હોય તેવી ડ્રેસ પહેરતા હોઇએ છીએ અને તેમને ઇમ્પ્રેસ કરવા માટે તમામ પ્રયત્નો કરીએ છીએ, પરંતુ સમય જતાં આપણાં માટે આ બાબતો પહેલા જેટલી મહત્વપૂર્ણ રહેતી નથી અને તેની અસર તમારા સંબંધો પર પણ જોઈ શકાય છે.  જો પ્રેમને આજીવન ટકાવી રાખવો હોય તો તેના માટે તમારે થોડી મહેનત કરવી પડે. તમે આ  પાંચ દ્વારા તમારા પાર્ટનરને કાયમ પોતાના પ્રેમમાં બાંધીને રાખી શકો છો.

સ્વયંને રાખો ફિટ એન્ડ ફાઇન

તમારા સંબંધોમાં પ્રેમ બરકરાર રાખવા માટે તમારા દેખાવ અને સ્વાસ્થ્યને જાળવી રાખો. જિમ જાવ, પાર્લર જાવ, સંતુલિત આહાર લો અને વધુમાં વધુ ખુશ રહો. ખુશ રહેવાવાળી અને જોલી નેચરની યુવતીઓ તરફ પુરૂષો કાયમ આકર્ષિત થાય છે.

લાંબા વાળ

પુરૂષોને મહિલાઓના લાંબા વાળ ખૂબ પસંદ હોય છે. પરંતુ એવું જરાય નથી કે શોર્ટ હેરસ્ટાઇલવાળી મહિલાઓને પુરૂષો પસંદ નથી કરતા. તમે માત્ર તમારા વાળની કેર કરો અને તેમને સુંદર, મજબૂત અને સોફ્ટ બનાવી રાખો.

સુંદર અને મારકણી આંખો

જો તમને આંખોના ઇશારાથી પોતાની વાત કહેતા આવડતી હોય તો તમારે કંઈ કહેવાની જરૂર નથી. તમારી સુંદર આંખો જ તમારા દિલની વાત તેમના સુધી પહોંચાડી દેશે. માત્ર તમારી આંખોની સુંદરતાને વધારવા માટે આંખોના મેકઅપ પર કાયમ ધ્યાન આપો. પોતાની આંખોની સારસંભાળ કરો અને આંખોની નીચે ડાર્ક સર્કલ ન આવવા દો.

સુંદર હોઠ

લિપ્સને લઈને બોલિવૂડથી હોલિવૂડ સુધી ગીત અને ડાયલોગ્સની લાંબી લિસ્ટ મળી જશે. પોતાના હોંઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે તેને નેચરલ રીતે પ્રોટેક્ટ કરો. કાયમ લિપગ્લોસ લગાવીને રાખો અને જે લિપકલર તમારી એજ તથા સ્કિન ટાઇપ સાથે મેચ થાય, તેની જ પસંદગી કરો.

મધુર અવાજ અને હંસી

પુરૂષોને ઘરનો માહોલ હંસતો રહે તે જ સારું લાગે છે એટલે તમે જ્યારે પણ તમારા પાર્ટનરને મળો ત્યારે ચહેરા ઉપર એક નાનકડું સ્મિત બનાવી રાખો. પુરૂષોને જોરથી હંસવાવાળી તથા તીણો અવાજ ધરાવતી મહિલાઓ જરાય પસંદ નથી આવતી. ગુસ્સો આવે અથવા કોઈ ફરિયાદ હોય તો પણ શાંતિ અને ધીરજની સાથે તેમને વાત કહો.

આ બધી વાતો સિવાય તમે તમારા સ્વભાવને વધુ સૌમ્ય બનાવો જેથી તમારા પાર્ટનર તમારી તરફ આકર્ષિત થાય. તમારા સ્વભાવની પોઝિવિટીથી તેમનો આખો દિવસ સારો બન્યો રહેશે અને ઑફિસ ખતમ થતા જ તેમને તમારેથી મળવાની ઉત્સુકતા પણ રહેશે.