on sale for just a few bucks in dark web your profile
  • Home
  • Business
  • સોશિયલ મીડિયા પર પર્સનલ વાતો શેર કરનારા સાવધાન, માત્ર રૂ. 140માં વેચાય છે ડેટા

સોશિયલ મીડિયા પર પર્સનલ વાતો શેર કરનારા સાવધાન, માત્ર રૂ. 140માં વેચાય છે ડેટા

 | 3:23 pm IST

શું તમે જાણો છો વર્લ્ડ વાઈડ વેબની કાળી દુનિયામાં તમારી પ્રોફાઈલ વેચાઈ રહી છે. ખાસ વાતતો એ છે કે ફક્ત હેકર્સ કે ઠગ જ નહી પણ કંપનીઓ અને માર્કેટ રિસર્ચર પણ આ ડેટાને ખરીદી રહ્યા છે. શું તમને અંદાજ પણ છે કે આ ડેટાની કિંમત શું હશે? માત્ર 140 રૂપિયા પ્રતિદિન જેમાં તમારો ખુબજ અંગત અને મહત્વનો ડેટા વેચાઈ રહ્યો છે.

‘ડાર્ક વેબ’ નામની આ દુનિયા રેગ્યુલર બ્રાઉઝર્સથી એક્સેસ ન થઈ શકે. ફક્ત ટોર અને ઓપન સોર્સ સોફ્ટવેર જે અજાણ્યા કમ્યુનિકેશનને પરમિશન આપે છે. તેમના માધ્યમથી ડાર્ક વેબ એક્સેસ કરી શકાય છે. ઈન્ટરનેટના આ છુપાયેલા હેકર્સ યૂઝરની માહિતી આપી દે છે. જેમાં પાસવર્ડ, ટેલિફોન નંબર અને ઈમેલ આઈડી જેવી જાણકારીનો સમાવેશ થાય છે.

3 ગ્રુપ કરી રહ્યા છે ડેટા સેલ

એક્સપર્ટનુ કહેવુ છે કે ડેટા મેળવનારામાં સાઈબર એટેક કરનારાઓ, કન્ઝ્યુમર બિહેવિયરને ટ્રેક કરવામાં ઉપયોગ કરે છે. જે એ વીડિયો સ્ટ્રીમિંગ સાઈટ્સનો મફત એક્સેસ ઇચ્છી રહ્યા છે જેની ચુકવણી તમે કરી હોય. ચિંતાની વાત એ છે કે આવા ડેટા એ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવે છે જે પોતાના સ્પર્ધકો કન્ઝ્યુમર બેઝની જાણકારી મેળવવા ઇચ્છતા હોય. આ કંપનીઓ સંવેદનશીલ અને ક્રુશલ ડેટા રાખનાર વિરોધી મુખ્ય એક્ઝિક્યુટિવને ટ્રેક કરવા ઇચ્છે છે.

હેકર્સનું એક ગ્રુપ જ્યા ઇનક્રિપ્ટેડ પાસવર્ડની સાથે ડેટા લીક કરે છે, તો બીજું ગ્રુપ તેને ડીક્રિપ્ટ કરે છે. એક સ્વતંત્ર સાઈબરસિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજા હરિયાવવું કહેવુ છે કે હવે ત્રીજુ ગ્રુપ આ ડીક્રીપ્ટેડ પાસવર્ડની યાદી બનાવી રહ્યુ છે અને તેને સેન્ટ્રલ સર્વર પર સ્ટોર કરે છે. આ ડેટા બ્રીચ થાય છે અને હેકર્સ તેનો કોમન સોર્સ તરીકે ઉપયોગ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન