Your WhatsApp data isn't safe!
  • Home
  • Featured
  • Whatsapp યુઝર્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જો જો કયાંક તમારો….

Whatsapp યુઝર્સ માટે આવ્યા ચિંતાજનક સમાચાર, જો જો કયાંક તમારો….

 | 11:13 am IST

જો તમે Whatsapp યુઝ કરો છો તમારા માટે ચિંતાજનક સમાચાર કહી શકાય. મળતી માહિતી પ્રમાણે ભારત સહિત દુનિયાના 200 દેશોના વોટ્સએપ, Facebook અને સ્નેપચેટ યુઝર્સનો ડેટા એક સ્પાઇયવેર ડિટેક્ટ કરી રહ્યું હતું. રીસર્ચર્સે Google Play Store પર હાજર કેટલીક એપ્સની ઓળખ કરી છે તેના દ્વારા આ સ્પાઇવેયર યુઝર્સના ડેટાને હેક કરી રહ્યા હતા. કહેવાય છેકે સ્પાઇવેયરને પ્લે સ્ટોર પર પહોંચ્યા હતા અને આ એપ્સને એન્ડ્રોયડ યુઝર્સ દ્વારા અત્યાર સુધી એક લાખથી વધુ વખત ડાઉનલોડ કરી ચૂકયા હતા.

ટ્રેન્ડ માઇક્રોના રિસર્ચર્સ દ્વારા તપાસ કરવા પર ખબર પડી કે તે સ્પાઇવેયરનું નામ ‘ANDROIDS_MOBSTSPY’ છે. આ સ્પાઇવેયર Flappy Birr, Flappy Birr Dog, Flashlight, HZPermis Pro Arabe, Win7Simulator અને WinLauncher એપ્સ દ્વારા યુઝર્સનો ડેટા હેક કરી રહ્યા હતા.

તપાસ કરવા પર ખબર પડી તે જ્યારે પણ કોઇ યુઝર્સ આ સ્પાઇવેયરવાળી એપને પોતાના ડિવાઇસ પર ઇંસ્ટોલ કરતો હતો, તો આ સ્પાઇવેયર એ ડિવાઇસના ઇન્ટરનેટ કનેકશનને હેક કરી પોતાના કમાન્ડ અને કંટ્રોલ સર્વરથી જોડી દેતો હતો. કનેકનશ જોડાયા બાદ એ ડિવાઇસની બેઝિક માહિતી જેમકે લેંગ્વેજ, રજિસ્ટરસ કંટ્રી, અને મેન્યુફેકચરરને સરળતાથી હેક કરતા હતા. ત્યારબાદ હેકર્સ આ ડિવાઇસની ડિટેલ તપાસવા માટે યુઝર્સના ડિવાઇસ પર ફોલ્સ નોટિફિકેશન અને કમાન્ડ મોકલવાનું શરૂ કરી દેતો હતો.

આ સ્પાઇવેયર દ્વારા હેકર્સ યુઝર્સના કોલ લોગ, કોન્ટેક્ટ્સ, પર્સનલ મેસેજ, ઓડિયો-વીડિયો ફાઇલ, અને ફોટોઝને પણ સરળતાથી એક્સેસ કરવામાં સક્ષમ હતો. એટલું જ નહીં રિસર્ચર્સે જ્યારે વધુ ડિટેલમાં જઇ આ સ્પાઇવેયરની તપાસ કરી તો તેને ખબર પડી કે આ સ્પાઇવેયર યુઝર્સના વોટ્સએપ, સ્નેપચેટ અને ફેસબુકના ડેટાને પણ હેક કરી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન