youth Attack With knife On brother at Pandesara in Surat
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરત: પાંડેસરામાં પત્ની સાથે આડાસબંધ રાખનાર માસીયાઈ ભાઈને પતિએ પતાવી દીધો

સુરત: પાંડેસરામાં પત્ની સાથે આડાસબંધ રાખનાર માસીયાઈ ભાઈને પતિએ પતાવી દીધો

 | 5:17 pm IST
  • Share

સુરતના પાંડેસરા વિસ્તારમાં પતિના માસીયાઈ ભાઇના પ્રેમમાં પડેલી પત્ની પ્રેમી સાથે ભાગી જવાની બીકે પતિને હત્યારો બનાવી દીધો છે. જેમાં મહિલાના પતિએ પત્ની અને બન્ને સંતાનોને ભગાડી જવા માંગતા પિતરાઇને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાંડેસરા ભક્તિનગર-૩માં રહેતા અને કલરકામ કરતાં સતીષ ગામા નિશાદની પત્ની મુન્નીદેવીનો તેના જ માસીયાઈ ભાઈ અમરજીત નિશાદ સાથે પ્રેમ પાંગર્યો હતો. સોમવારે સાંજે સતિષ પર અમરજીતનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, કૈલાસનગર ચોકડી પાસે મુન્નીદેવી અને બંને બાળકોને લઇને ઊભો છે. પત્ની અને બંને બાળકોને પોતે લઇ જવા માંગે છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, અમરજીતે જ મુન્નીદેવીને એક ફોન લઈને આપ્યો હતો અને બન્ને એકબીજા સાથે વાત કરતાં હતા. એક વર્ષ પહેલા પત્નીનું પ્રેમ પ્રકરણ સતિષે પકડી પાડ્યું હતું, ત્યારથી બન્ને વચ્ચે સતત ખટરાગ ચાલતો હતો.

સતિષે પત્ની મુન્નીદેવીને અનેક વખત સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ તે તેના પ્રેમી અમરજીત સાથે જવા માટે મક્કમ હતી. સોમવારે સ્થળ પર છૂટુ કરવા કરવા માટે આવવા દબાણ કરતાં સતીષ આવ્યો હતો, પરંતુ સ્થળ ઉપર છૂટું બોલીને છૂટું કરવા કરતાં પોલીસ મથકે લખાણ કરીને બંનેને જવા કહ્યું હતું.

મુન્ની અને અમરજીત પોલીસ મથકમાં જવા તૈયાર ન હતા અને પતિ પોલીસ મથકમાં જઇને જ લખાણ કરી આપવાની વાત કરતાં બંને વચ્ચે વાત વણસી હતી. આ ઝઘડા દરમિયાન નજીકની લારી ઉપર પડેલું ચપ્પુ સતિષના હાથમાં આવી જતાં તેણે માસીયાઈ ભાઈ અમરજીતના પેટમાં હુલાવી દીધુ હતું. જે બાદ સતિષની પત્ની જ પોતાના ઘાયલ પ્રેમીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જો કે પ્રેમીને હોસ્પિટલમાં લઈ ગયા બાદ મુન્ની ઘરને તાળું મારીને બાળકો સાથે પલાયન થઈ ગઈ હતી. બીજી તરફ સારવાર દરમિયાન મંગળવારે અમરજીતનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન