નવવધૂનું કૌમાર્યની ખાતરી કરવા લગ્નની પહેલી રાતે જ કરાતું પરીક્ષણ - Sandesh
  • Home
  • India
  • નવવધૂનું કૌમાર્યની ખાતરી કરવા લગ્નની પહેલી રાતે જ કરાતું પરીક્ષણ

નવવધૂનું કૌમાર્યની ખાતરી કરવા લગ્નની પહેલી રાતે જ કરાતું પરીક્ષણ

 | 11:34 pm IST

કંજારભાટ સમાજમાં નવવધૂનાં કૌમાર્યપરીક્ષણની કુપ્રથાનો વોટ્સએપનાં માધ્યમથી અવાજ ઉઠાવનાર યુવાનોને સમાજના અન્ય યુવાનો દ્વારા મારઝૂડ કરાઈ હતી. આ પ્રકરણમાં પિપરી પોલીસસ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે.

કંજારભાટ સમાજમાં લગ્ન બાદ કૌમાર્ય પરીક્ષણની કુપ્રથા હાલના સમયે પણ ચાલુ છે. લગ્નની પહેલી રાતે નવવધૂની આ પરીક્ષા કરાય છે. આ કુપ્રથા સામે સમાજના કેટલાક યુવાનોએ વોટ્સએપનાં માધ્યમથી અવાજ ઉઠાવ્યો છે. આ કુપ્રથા સામે યુવાનોએ #Stop The “V” Ritual નામનું વોટ્સએપ ગ્રૂપ તૈયાર કર્યું છે. પ્રશાંત ઇંદ્રેકર સહિત તેના કેટલાક મિત્રો આ ગ્રૂપના સભ્યો છે. તેઓ આ પ્રથા બંધ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે. આ ગ્રૂપને અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિએ ટેકો જાહેર કર્યો છે પણ તેમનું આ અભિયાન સમાજના રૂઢિચુસ્ત યુવાનોને પસંદ ન આવ્યું.

કંજારભાટ સમાજના સની મોલેકની બહેનનાં લગ્ન હતાં. સનીએ પ્રશાંત સહિત અન્ય મિત્રોને આમંત્રણ આપ્યું હતું. ૨૧ જાન્યુઆરીએ રાતે વિવાહ સંપન્ન થયો હતો. એ પછી પ્રથા અનુસાર સમાજની પંચાયત ભરાઈ હતી. એ પત્યા પછી પ્રશાંત ત્યાં ગયો હતો ત્યારે તેણે જોયું કે તેના એક મિત્રને સની અને તેના કેટલાક સાગરીતો મારઝૂડ કરી રહ્યા હતા. તમે લોકો એ પ્રથા સામે આંદોલન ચલાવી સમાજને બદનામ કરી રહ્યા છો એમ સની અને તેના સાગરીતોનું કહેવું હતું. પ્રશાંત તેના મિત્રને બચાવવા વચ્ચે પડયો તો તેને પણ મારઝૂડ કરી હતી. એ પછી પ્રશાંતે સની મલેક અને તેના સાગરીતો સામે પોલીસફરિયાદ કરી હતી.