વિદેશમાં બેરોજગારીમા સબડતા ગુજરાતી યુવાનોની વીડિયોથી અપીલ, 'અહીં ક્યાંય નોકરી નથી, સાયપ્રસ ન આવતા' - Sandesh
  • Home
  • Gujarat
  • વિદેશમાં બેરોજગારીમા સબડતા ગુજરાતી યુવાનોની વીડિયોથી અપીલ, ‘અહીં ક્યાંય નોકરી નથી, સાયપ્રસ ન આવતા’

વિદેશમાં બેરોજગારીમા સબડતા ગુજરાતી યુવાનોની વીડિયોથી અપીલ, ‘અહીં ક્યાંય નોકરી નથી, સાયપ્રસ ન આવતા’

 | 4:08 pm IST

ગુજરાતીઓને વિદેશમાં જવાની સૌથી વધુ લ્હાય હોય છે. પરંતુ આ લ્હાયમાં કેટલાય વિદેશ જઈને ફસાઈ જાય છે. જેને કારણે ત્યાં બેરોજગારી કે પછી અન્ય મુસીબતોનો સામનો કરવો પડે છે. ત્યારે પોરબંદર સહિત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી વિદેશમાં નોકરી મેળવવાની લાલચે કામ પતાવી નોકરી માટે સાંઇપ્રસ ગયેલા 100 વધુ યુવાનોને નોકરી ન મળતા હવે પસ્તાય રહ્યા છે. બેકાર યુવાનો હાલ નોકરી માટે ભટકી રહયા છે. પણ સાંઇપ્રસ કયાંય નોકરી ન મળતા આખરે હારીને યુવાનોએ વીડીયો વાયરલ કરી પોતાની વ્યથા વર્ણવી છે.

સાયપ્રસ નોકરી માટે ગયેલા પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ૧૦૦થી વધુ યુવાનોને નોકરી મળી નથી. તેથી ત્યાં બેરોજગારીમા સડી રહેલા યુવાનોએ એક વીડિયો જાહેર કરીને સૌરાષ્ટ્રના યુવાનોને સાયપ્રસ ન આવવા અપીલ કરી છે. આ વીડિયો સૌરાષ્ટ્ર પંથકમાં વાઇરલ થયો છે. જેમાં વિદેશમાં ફસાયેલા યુવકોની વ્યથા સ્પષ્ટ દેખાઈ રહી છે. આ યુવકોને જે કડવો અનુભવ થયો છે અને તેમણે પોતાનો અનુભવ પોતાના વતનમા રહેતા સ્વજનોને શેર કર્યો છે. જેમાં તેમણે અન્ય યુવાનોને સાયપ્રસ ન આવવા અપીલ કરી છે.

પોરબંદર અને સૌરાષ્ટ્રના યુવાનો ફસાયા છે. યુવાનો વીડિયોમાં પોતાનુ દુખ વ્યક્ત કરી રહ્યા છે. યુવાનોએ વીડિયોમાં જણાવ્યું કે, એજન્ટે સાયપ્રસના નોકરી માટે 100થી વધુ યુવાનોને મોકલ્યા છે. પરંતુ અહી કોઈ કામ મળી નથી રહ્યુ. તેથી તેઓને અહી ભૂખ્યા ફૂટપાથ પર રહીને દિવસો ગાળવાનો વારો આવ્યો છે. મોટાભાગના યુવાનો મહી જ્ઞાતિના હોવાનુ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. તેમના રૂપિયા પૂરા થઈ જતા તેઓ સાયપ્રસમાં અહીતહી ભટકી રહ્યા છે.