Youth lost his life during play garba in navratri
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સુરેન્દ્રનગર: વિઠ્ઠલગઢ ગામે ચાલુ ગરબામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

સુરેન્દ્રનગર: વિઠ્ઠલગઢ ગામે ચાલુ ગરબામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા

 | 8:03 pm IST
  • Share

  • સામાન્ય બોલાચાલીએ ઉગ્ર ઝઘડાનું રૂપ લીધુ
  • ગરબામાં યુવક પર છરી લઈને તૂટી પડ્યો હુમલાખોર
  • વિઠ્ઠલગઢ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામમાં નવરાત્રિની પર્વ લોહિયાળ બન્યો છે. અહીની ‘જય અંબે ગરબી’માં ગરબા દરમિયાન સામાન્ય બોલાચાલીના અંતે યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી નાંખવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિઠ્ઠલગઢ ગામે નવરાત્રિના ગરબામાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર ઝઘડાનું રૂપ ધારણ કર્યું હતું. જેમાં વિજય લોરિયા નામના એક યુવક પર ચાલુ ગરબામાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ચાલુ ગરબામાં 22 વર્ષીય વિજય પર છરીના ઘા ઝીકીને તેને મોતને ઙાટ ઉતારીને આરોપી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિરમગામની હોસ્પિટલમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ગામમાં તનાવની સ્થિતિને જોતા વિઠ્ઠલગઢ ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે, તો કેટલાક લોકો જૂની અદાવતના કારણે હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનું કહી રહ્યાં છે. જો કે સાચી હકીકતતો પોલીસની ઊંડી તપાસ બાદ જ સામે આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો