પ્રેમ પ્રકરણમાં યુવકની કરાઈ હત્યા, રાજકોટના રૈયા રોડ પર મળી લાશ - Sandesh
  • Home
  • Gujarat
  • પ્રેમ પ્રકરણમાં યુવકની કરાઈ હત્યા, રાજકોટના રૈયા રોડ પર મળી લાશ

પ્રેમ પ્રકરણમાં યુવકની કરાઈ હત્યા, રાજકોટના રૈયા રોડ પર મળી લાશ

 | 8:52 am IST

રાજકોટના પ્રખ્યાત રૈયાધાર વિસ્તારમાં સામાન્ય બોલાચાલીમાં એક યુવાનની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી છે.

રાજકોટ શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં એક યુવાન ની લાશ હોવાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર તપાસ કરાતા યુવકનું નામ રવિ પરમાર હોવાનું બહાર આવ્યું હતું. રવિ પરમાર નામના યુવકના માથાના ભાગે પથ્થરના ઘા મારી તેની હત્યા કરવામાં આવી હતી. ઘટનાને લઇને પોલીસ દ્વારા નાકાબંધી પણ કરી દેવામાં આવી હતી. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ૨ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની પૂછપરછ કરાતા યુવતીની છેડતી મુદ્દે હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.